અનીત પડ્ડા અને અહાન પાંડેએ જુલાઇમાં કુમ્બ્રિયામાં વેકેશન માણ્યું?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અહાનની મોમની તસવીરોનુંરહસ્ય ફેને ખોલ્યું
સૈયારાની જોડી અહાન પાંડે અને અનીત પડ્ડા ડેટિંગ કરી રહ્યા હોવાની અટકળો તેજ
મુંબઈ - મંગળવારે અનીત પડ્ડાએ ઇન્સ્ટા પર તેના વેકેશનના ફોટા મુકતાં તેમના ચાહકોએ શોધી કાઢ્યું છે કે અનીત પડ્ડા અને અહાન પાંડેએ જુલાઇમાં સાથે વેકેશન માણ્યું હતું. જુલાઇમાં અહાનની મોમ ડીન પાંડેએ જે તસવીરો મુકી હતી તે અને અનીત પડ્ડાએ મુકેલી તસવીરો ફેન્સને એકસમાન જણાઇ હતી.
અનીતે મુકેલા ફોટાઓમાં તે ફૂલોના બુકે સાથે પોઝ આપી રહી છે. તે એક રેસ્ટોરાંમાં ભોજન લઇ રહી છે તેની પણ તસવીર છે. તેણે એક પોઝ આપ્યો છે જેના બેકગ્રાઉન્ડમાં ઘણી ગાયો દેખાય છે. ફેન્સે જણાવ્યું હતું કે બંનેની તસવીરોનું સ્થળ એક જ છે. અનીત જે ફૂલોનો બુકે પકડીને ઉભી છે તે ડીનની તસવીરોમાં પણ દેખાય છે. અનીત જે રેસ્ટોરાંમાં બેઠેલી દેખાય છે તે ત્યાં જ ડીન અને અહાનની તસવીરો લેવાઇ હતી. કેટલાક ફેનના જણાવ્યા મુજબ અનીતના ફોટા જ અહાને ક્લિક કર્યા હશે. જે હોય તે પણ આ સ્ટોરીને પગલે અહાન અને અનીત વચ્ચે રિલેશનશિપ હોવાનું પાકું થઇ ગયું છે.
અગાઉ અહાને તેમની વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અફવાઓને નકારી કાઢતાં જણાવ્યું હતું કે અનીત મારી બેસ્ટ ફ્રેન્ડ છે. આખું ઇન્ટરનેટ એમ માને છે કે અમે સાથે છીએ પણ અમે નથી. કેમિસ્ટ્રી હમેંશા રોમાન્ટિક હોતી નથી- તે કમ્ફર્ટ, સેફટી અને સાથે દેખાવા સાથે સંકળાયેલી પણ હોઇ શકે છે.




