Mumbai

મુંબઈ દેખાવોમાં ધુરંધરની એકટ્રેસ આયેશા ખાનની અટકાયત

By GS Team
23 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં CJPના આંદોલન દરમિયાન 22 જુલાઈના રોજ અભિનેત્રી આયેશા ખાનની ધરપકડ કરવામાં આવી હતી. આયેશાએ દાવો કર્યો કે તે શાંતિથી ઉભી હતી, છતાં પોલીસે તેની અટકાયત કરી. તેણે પોલીસ વાનમાંથી વીડિયો શેર કરીને આક્ષેપ કર્યો કે, ભાઈ અને મિત્રની અટકાયત બાદ તે ત્યાં હતી. આમીર ખાનનો ભાણેજ ઈમરાન ખાન પણ સ્થળ પર દેખાયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ દેખાવોમાં ધુરંધરની  એકટ્રેસ આયેશા ખાનની અટકાયત

પોતે રસ્તામાં શાંતિથી ઊભી હોવા છતાં પણ અટકાયત થઈ હોવાનો આયેશાનો દાવો

મુંબઇ -  મુંબઇમાં ચાલી રહેલ સીજેપીના આંદોલન દરમિયાન રસ્તામાં શાંતિથી ઉભી હોવા છતાં પોલીસે અટકાયત કરી હોવાનો આરોપ ધુરંધરની અભિનેત્રી આયેશા ખાને કર્યો હતો. આ ઘટના ૨૨ જુલાઇના રોજ બની હતી. આ બાબતનો એક વીડિયો  તેણે પોલીસ વાનમાંથી શેર કર્યો હતો.

આયેશા ખાને શેર કરેલા વીડિયોમાં કહ્યું હતું કે 'મારા હાથ અત્યારે ધુ્રજી રહ્યા છે મને શાંતિથી રસ્તા પર ઉભી રહેવા બદલ પોલીસવાનમાં બેસાડી રાખવામાં આવી હતી હું અહીં એટલા માટે ઉભી હતી કે પોલીસે મારાભાઇ અને મારા પુરુષ મિત્રની અટકાયત કરી હતી. મેં કોઇ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નહોતો કે એકપણ શબ્દ બોલી ન હોવા છતા મારી સાથે આવુ વર્તન કરવામાં આવ્યું હતું.

આ વીડિયોમાં આયેશાએ કેમેરા તરફ જોઇ અન્યો તરફ ઇશારો કરતા પોલીસે કેટલા લોકોને અટકાયતમાં લીધા છે તેનું દ્રશ્ય બતાવ્યું હતું.

દરમિયાન આમિર ખાનનો ભાણેજ અને એક્ટર ઈમરાન ખાન પણ દેખાવોનાં સ્થળે  જોવા  મળ્યો હતો.