ખરાત સાથે સાંઠગાંઠ માટે ડે. કલેકટર અભિજિત ભાંડે સસ્પેન્ડ

ખરાત કેસમાં પહેલા અધિકારી પર તવાઈ
ભાંડે હાલ મુંબઈમાં એસઆરએમાં તૈનાત
મુંબઈ - મહારાષ્ટ્ર સરકારે સ્વ-ઘોષિત ગોડમેન અશોક ખરાત સાથેના કથિત સંબંધો બદલ એક ડેપ્યુટી કલેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે, આ વર્ષની શરૃઆતમાં રાજ્યમાં આ કેસ પછી અધિકારીઓ પર આ પ્રકારની પહેલી કાર્યવાહી છે.
મુંબઈમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)માં તૈનાત ડેપ્યુટી કલેક્ટર અભિજિત ભાંડે-પાટીલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મહેસૂલ મંત્રી ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે તેનો ખરાત સાથે સંબંધ છે.
આ વર્ષે માર્ચમાં એક મહિલાએ ખરાત પર બળાત્કારનો આરોપ લગાવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદની તપાસમાં બેનામી બેંક ખાતાઓ તેમજ શંકાસ્પદ જમીન વ્યવહારો સાથે સંકળાયેલી કથિત નાણાકીય અનિયમિતતાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું.
આથી પ્રથમ દ્રષ્ટિએ તે દોષિત લાગે છે. આથી તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી અમે ભાંડે-પાટીલને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે, એમ બાવનકુળેએ કહ્યું હતું.




