વસઈ-વિરારમાં ૧૯ જોખમી ઈમારતો તોડી પાડવાનું શરુ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કુલ ૭૪ ઈમારતોને ખાલી કરાવી તોડી પડાશે
ઈમારતો ગીચ વિસ્તારમાં હોવાથી મોટાભાગે મશીનરીને બદલે માનવબળનો ઉપયોગ
મુંબઈ - વસઈ-વિરાર મહાનગરપાલિકાએ જોખમકારક અને અત્યંત જોખમી (સી-૧) શ્રેણીમાં સમાવાવાયેલી ૧૯ ઈમારતોને ખાલી કરાવી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
વસઈ-વિરાર મહાનગરપાલિકામાં જોખમકારક ઇમારતોનો સર્વે હાથ ધર્યો હતો. તે મુજબ, શહેરમાં ૭૪ ઇમારતો અને ઘરોને જોખમકારક અને અત્યંત જોખમી (સી-૧) જાહેર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા આ ઇમારતોના રહેવાસીઓને તાત્કાલિક ઇમારતો ખાલી કરવા અને સલામત સ્થળે ખસેડવા માટે નોટિસ જાહેર કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા, પોલીસ અને મહાવિતરણની સંયુક્ત બેઠકમાં ખાલી કરાવવાની કાર્યવાહીની રૃપરેખા નક્કી કરવામાં આવી હતી. બુધવારથી આ જોખમી ઇમારતોનું તોડી પાડવાનું કામ શરૃ થઈ ગયું છે.
આ વિશે એડિશનલ કમિશનર દીપક સાવંતે માહિતી આપી હતી કે, પ્રથમ તબક્કામાં ખાલી કરાયેલી ૧૯ ઇમારતોનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બાકીની ઇમારતોના રહેવાસીઓને ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ છે. ત્યાર બાદ, તે ઇમારતોને તોડી પાડવામાં આવશે. આ ઇમારતો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં હોવાથી, મશીનરીને બદલે માનવશક્તિનો ઉપયોગ કરીને તેમને તોડી પાડવામાં આવી રહી છે, એમ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું.




