Mumbai

બોક્સ ઓફિસ કલેક્શનની રીતે દીપિકા સૌથી ટોચ પર

By GS Team
7 Jan 20261 min read
બોક્સ ઓફિસ કલેક્શનની રીતે દીપિકા સૌથી ટોચ પર

દીપિકાની ૨૭ ફિલ્મો ૩૨૦૧ કરોડ કમાઈ

કેટરીના ૩૧૩૦ કરોડ સાથે બીજા, ૨૬૭૧ કરોડ સાથે કરીના ત્રીજા નંબરે

મુંબઈ -  ટોટલ બોક્સ ઓફિસ  કલેક્શનની રીતે દીપિકા પાદુકોણ બોલિવુડની ટોચની અભિનેત્રી હોવાનું એક લિસ્ટમાં દર્શાવાયું છે. દીપિકાની ૨૭ ફિલ્મોએ કુલ ૩૨૦૧ કરોડની કમાણી કરી છે. 

કેટરિના કૈફે અત્યાર સુધીમાં ૩૪ ફિલ્મોમાં કામ કર્યું છે અને તેની ફિલ્મોએ ૩,૧૩૦ કરોડ રૃપિયાથી વધુ કમાણી કરી છે. 

ત્રીજા  નંબર પર કરીના કપૂર ખાન અને ચોથા નંબર પર રશ્મિકા  મંદાના છે. અનુક્રમે કરીનાએ ૫૧ ફિલ્મો કરીને ૨,૬૭૧ કરોડ રૃપિયા બોક્સ ઓફિસ  પર ઠાલવ્યા છે. જ્યારે રશ્મિની ૧૧ ફિલ્માનું કુલ કલેકશન ૨,૩૪૮ રૃપિયા રહ્યું છે. 

શ્રદ્ધા કપૂૂર ૧૯ ફિલ્મો અને ૧૯૩૮ કરોડ સાથે પાંચમે, આલિયા ભટ્ટ ૧૭ ફિલ્મો અને ૧૮૩૦ કરોડ સાથે છઠ્ઠા નંબરે છે. 

સાતમા નંબરે પ્રિયંકા ચોપરા જોનાસની ૪૧ ફિલ્મોએ ૧,૬૦૩ કરોડ , આઠમા નંબરે  અનુષ્કા શર્મા ની૧૫ ફિલ્મો એ ૧,૫૩૯ કરોડ , જેકલીન ફર્નાન્ડિઝ ની ૨૧ ફિલ્માએ ૧,૪૮૨ કરોડ રૃપિયા અને સોનાક્ષી સિંહાની પચ્ચીસ  ફિલ્મોએ ૧,૩૧૬ કરોડ રૃપિયાનું કલેકશન મેળવ્યું છે.