દીપિકા પાદુકોણે ગર્ભાવસ્થાની વ્યથાઓ રજૂ કરવા મજેદાર રીલ બનાવતા ચાહકો ખુશ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દીપિકાને ગર્ભાવસ્થાનો સાતમો મહિનો ચાલે છે
ગર્ભવતી મહિલા ઉંઘમાં ધીમે ધીમે ચાલતી ચાલતી વોશરૂમ તરફ જતી હોય તેવો વીડિયો વાઇરલ
દીપિકા પાદુકોણે તેની બીજીવારની ગર્ભાવસ્થામાં સાતમો મહિનો ચાલી રહ્યો હોવાની જાણ તેના ચાહકોને રીલ મારફતે કરી હતી. દીપિકા પાદુકોણ પોતાના જીવનના આ ખાસ તબક્કાને માણી રહી છે અને તેના અનુભવો તેના ચાહકોને સોશ્યલ મિડિયા પર જણાવી પણ રહી છે.
દીપિકાએ એક મજેદાર રીલ બનાવી ગર્ભાવસ્થાના આ તબક્કામાં પડતી મુશ્કેલીઓનો અંદાજ તેના ચાહકોને આપ્યો હતો. દીપિકાનો આ વીડિયો વાઇરલ બની ગયો છે. જેમ જેમ બાળજન્મનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ તેની પરેશાનીઓ વધતી જાય છે. હાલ તે ગર્ભાવસ્થાના આ તબક્કામાં આવતા પડકારોનો સામનો કરી રહી છે.
તાજેતરમાં દીપિકાએ એક અન્ય રીલને ફરી શેર કર્યું જેમાં ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં રાત્રે વારંવાર વોશરૃમ જવાની પરેશાની દર્શાવવામાં આવી હતી. આ વિડિયોમાં એક ગર્ભવતી મહિલાને અડધી ઉંઘમાં બતાવવામાં આવી છે જે રાત્રે ધીમે ધીમે ચાલતી ચાલતી વોશરૃમ જઇ રહી છે. આ વિડિયોને ગર્ભાવસ્થાની એક અવસ્થાને મજેદાર રીતે રજૂ કરવા બદલ દીપિકાની પ્રશંસા થઇ રહી છે.




