Mumbai

એમપીએસસી પરીક્ષા ઓનલાઈન યોજવાનો નિર્ણય એક વર્ષ મુલત્વી

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં MPSC દ્વારા ઓનલાઈન પરીક્ષા પદ્ધતિના નિર્ણયનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેને પગલે મુંબઈમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે બેઠક યોજી હતી. આ બેઠક બાદ નિર્ણય લેવાયો કે, હાલ પરંપરાગત ઓફલાઈન પદ્ધતિથી જ પરીક્ષાઓ ચાલુ રહેશે. ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ ઑગસ્ટ 2027થી તબક્કાવાર અમલમાં આવશે, જેથી વિદ્યાર્થીઓને પૂરતો સમય મળી રહે.

Summarized by AI; it may make mistakes. Check important info

એમપીએસસી  પરીક્ષા ઓનલાઈન યોજવાનો   નિર્ણય એક વર્ષ મુલત્વી

વિદ્યાર્થીઓના વિરોધ બાદ નિર્ણય

હાલ પારંપારિક પદ્ધતિએ જ પરીક્ષા, ઑગસ્ટ ૨૦૨૭થી તબક્કાવાર ઓનલાઈન પરીક્ષા

મુંબઈ  - મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા આ વર્ષથી ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવાના નિર્ણયનો રાજ્યભરના સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓએ જોરદાર વિરોધ કર્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમપીએસસીના અધ્યક્ષ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે મુંબઈમાં બેઠક યોજી હતી. ત્યારબાદ તેમણે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિને એક વર્ષ માટે સ્થગિત રાખવાનો અને હાલની પરંપરાગત ઓફલાઈન પદ્ધતિથી જ પરીક્ષાઓ ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ  જણાવ્યું કે, ભરતી પ્રક્રિયા સુરક્ષિત, પારદર્શક અને સમયસર હોવી જરુરી છે. પરંતુ નવી પરીક્ષા પદ્ધતિ લાગુ કરતાં પહેલાં તમામ તંત્ર અને વિદ્યાર્થીઓને પૂરતો સમય મળવો જોઈએ. તેથી કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (સીબીટી) તાત્કાલિક અમલમાં મૂકવાને બદલે ઑગસ્ટ ૨૦૨૭થી તબક્કાવાર અમલમાં લાવવામાં આવશે. ત્યાં સુધી એમપીએસસી હાલની જ પદ્ધતિથી પરીક્ષાઓ યોજશે.

એમપીએસસીએ ભવિષ્યમાં રાજ્યસેવા તેમજ ગુ્રપ-બી અને ગુ્રપ-સીની પૂર્વ પરીક્ષાઓ ઓનલાઈન લેવાની યોજના બનાવી છે. તેમાં એકથી વધુ સત્રોમાં પરીક્ષા, માર્ક્સનું નોર્મલાઈઝેશન, સી-ડૅક દ્વારા સિસ્ટમનું ઓડિટ અને એઆઈ કેમેરા દ્વારા દેખરેખ જેવી વ્યવસ્થાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે વિદ્યાર્થીઓની ચિંતાઓને ધ્યાનમાં લઈ સરકાર હવે તબક્કાવાર અમલનો માર્ગ અપનાવશે, જેથી કોઈપણ ઉમેદવારને અન્યાય ન થાય.