ઘરમાં રોજ કંકાસ થાય એટલે મહિલા પર ક્રૂરતા આચરી એમ ન ગણાયઃ કોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

સાસરિયાંના કૃત્યોથી જ મહિલાએ આપઘાત કર્યાનું માનવા ઈનકાર
પરિણિતાની આત્મહત્યાના કેસમાં દંપતી અલગ રહેતાં હતાં અને જોબ બાબતે એડજેસ્ટ થયાંનું નોંધી અદાલતે સાસરિયાં સામેનો કેસ ફગાવ્યો
મુંબઈ - મહારાષ્ટ્રના થાણેની એક કોર્ટે ૨૦૧૮ માં દહેજ માટે ઉત્પીડન અને તેની ૨૧ વર્ષીય પત્નીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ ધરાવતા એક પતિ અને તેના માતા-પિતાને નિર્દોેષ જાહેર કર્યા છે અને અવલોકન કર્યું છે કે વૈવાહિક જીવનમાં થતા સામાન્ય ઝઘડા ક્રૂરતા નથી.
એડિશનલ સેશન્સ જજ પંકજ એ. પટકીએ ગુરુવારે ચુકાદો આપ્યો કે ફરિયાદ પક્ષ ક્રૂરતાના ચોક્કસ કિસ્સાઓ અથવા આરોપીના કૃત્યો અને મહિલાના આપઘાતના નિર્ણય વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો છે.
મૃતક, નિશા, એક નર્સ હતી અને ડિસેમ્બર ૨૦૧૬ માં અનિલ રંગનાથ ગાયકવાડ (૩૧) સાથે લગ્ન કર્યા હતા, અને તે અનિલ અને તેના માતાપિતા, સોજર (૫૬) અને રંગનાથ ગાયકવાડ (૭૧) સાથે થાણેમાં રહેતી હતી.
૧૪ મે, ૨૦૧૮ ના રોજ, નિશાએ ઘરે ફાંસી ખાધો હતો જેના પગલે વર્તક નગર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮-એ (ક્રૂરતા) અને ૩૦૬ (આત્મહત્યા માટે ઉશ્કેરણીં) હેઠળ કેસ નોંધ્યો હતો.
નિશાના સંબંધીઓએ આરોપ કર્યો હતો કે તેને ઘરકામ, સોનાની ચેઈનની માંગણી અને કપડાં પર પ્રતિબંધોને લઈને શારીરિક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડયો હતો. આરોપ લગાવતા જણાવ્યું હતું કે ગાયકવાડ પરિવારે તેને ડ્રેસને બદલે સાડી પહેરવાનો આગ્રહ રાખ્યો હતો.
ફરિયાદ પક્ષના સાક્ષીઓમાં ચોક્કસ પુરાવાના અભાવ અને વિરોધાભાસ પર પ્રકાશ પાડતા,ન્યાયાધીશ પટકીએ અવલોકન કર્યું કે ક્રૂરતા માટે દર્શાવાયેલી કાયદાકીય બાબતો સિવાયના માત્ર વૈવાહિક જીવનનો સામાન્ય ઘર્ષણ, સામાન્ય ઘરેલું ઝઘડો અથવા નાના ઝઘડાઓ ક્રૂરતા ગણાતા નથી .
કોર્ટે નોંધ્યું કે દંપતી સાસરિયાઓથી અલગ માળે રહેતા હતા અને પતિએ નિશાને તેના કામની શિફ્ટમાં લઈ જઈને તેની નસગ કારકિર્દીને ટેકો આપ્યો હતો.
પતિ તથા સાસરિયાં પક્ષે એવી દલીલ કરી હતી કે વાહન ન હોવાથી એક સંબંધીના લગ્નમાં હાજરી ન આપી શકાવાના કારણે નિરાશ થયા બાદ નિશાએ આત્મહત્યા કરી હતી.




