Mumbai

ગોવંડીમાં 35 ગેરકાયદે શાળાઓ ના આચાર્ય સંચાલકો સામે ગુનો દાખલ

By GS Team
17 Jun 20262 mins read
ગોવંડીમાં 35 ગેરકાયદે શાળાઓ ના આચાર્ય સંચાલકો સામે ગુનો દાખલ

સરકારી માન્યતા વગર ચાલતી શાળાઓ પર તવાઈ

મુંબઈનાં પરાંમાં ૧૬૪ ગેરકાયદે શાળા મળી તેમાંથી ૩૫ ફક્ત શિવાજીનગરમાં ઃ વિદ્યાર્થીઓને પ્રવેશ લેવા સામે ચેતવણી

મુંબઈ - મુંબઈના  પૂર્વીય પરાં ગોવંડીમાં શિવાજીનગર પોલીસ મથકની હદમાં આવતી ૩૫ ગેરકાયદે શાળાઓ સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી છે. પાલિકાના શિક્ષક વિભાગના અધિકારીઓની ફરિયાદના આધારે પોલીસે ૩૫ સરકારી માન્યતા વગર ચાલતી શાળાઓના પ્રિન્સિપાલ, સેક્રેટરી અને સંચાલકો સામે એફઆઈઆર નોંધી છે.

મુંબઈ મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગે મુંબઈમાં વિવિધ પરાંઓમાં ચાલતી ૧૬૪ ગેરકાયદે પ્રાથમિક શાળાઓ શોધી કાઢી હતી. ૨૦૨૫- ૨૬ના શૈક્ષણિક વર્ષમાં કાર્યરત આ ૧૬૪ શાળાઓમાંથી લગભગ ૩૫ જેટલી સ્કૂલોનો ફક્ત શિવાજીનગર પોલીસ મથકની હદ્દમાં જ આવેલી છે. હાલ આ તમામ શાળાઓને નોટિસ બંધ કરવા બાબતની નોટિસ ફટકારવામાં આવી છે અને સાત દિવસમાં આ બાબતે ખુલાસો કરવાનું જણાવવામાં આવ્યું છે. શિવાજી નગર પોલીસ મથકની હદમાં ચાલતી આ ૩૫ શાળાઓમાં બ્લ્યુ  એન્જેલ્સ ઈગ્લિંશ સ્કૂલ- બૈગનવાડી, સિટિઝ ન ઈંગ્લિશ પ્રાયમરી સ્કૂલ, શ્રી શિવાજીરાવ સાલ્વે પ્રાઈમરી સ્કૂલ- ગોવંડી અને સના ઉર્દૂ પ્રાઈમરી સ્કુલ શિવાજીનગરનો સમાવેશ થાય છે.

આ પહેલાં શિક્ષણ વિભાગના ઉપ- નિરીક્ષક છાયા ખરાડકે દ્વારા કરાયેલી ફરિયાદના આધારે કુર્લા- વિનોબા ભાવેનગર પોલીસ મથકમાં ડો. જે.એન. બારુઆ ઈંગ્લિશ સ્કૂલ- કુર્લા (વે)ના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટના સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ શાળા પણ કોઈપણ પ્રકારની સરકારી માન્યતા વગર ચલાવવામાં આવી રહી હતી અને પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલ ૧૬૪ ગેરકાયદે શાળાઓના લિસ્ટમાં આ શાળાનું નામ પણ હતું.

મુંબઈ મહાનગરપાલિકાએ થોડા સમય પહેલાં મુંબઈમાં ચાલતી ૧૬૪ ગેરકાયદે શાળાઓના નામોનું લિસ્ટ બહાર પાડી વાલીઓને તેમના બાળકોને આ શાળાઓમાં ભણાવવાથી દૂર રહેવાન ચેતવણી આપી હતી. આ ૧૬૪ શાળાઓમાંથી મોટાભાગની શાળાઓ ચેમ્બુર, માનખુર્દ, ગોવંડી, મલાડ- માલવણી, ધારાવી ેજેવા આવકનાક્ષેત્રોમાં આવેલી છે. આમાંથી ઘણી શાળાઓ ચાલી અને નાની રૃમોમાંથી ચલાવવામાં આવી રહી છે.