Mumbai

માર્ગ અકસ્માતમાં હત્યાનાં કાવતરાં બદલ બચ્ચુ કડુ સામે ગુનો

By GS Team
4 Apr 20262 mins read
માર્ગ અકસ્માતમાં હત્યાનાં કાવતરાં બદલ બચ્ચુ કડુ સામે ગુનો

ધારાસભ્યના ભાઈએ પોલીસ ફરિયાદ આપી 

કાવતરાંની વિગતો ધરાવતી કોલ રેકોર્ડની ફાઈલ પોલીસને સુપરત

મુંબઈ -        ભૂતપૂર્વ રાજ્ય મંત્રી ઓમપ્રકાશ ઉર્ફે બચ્ચુ કડુ વિરુદ્ધ ભાજપના ધારાસભ્યના ભાઈની હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર અમરાવતી પોલીસે  અચલપુરના ચંદુર બજાર પોલીસ મથકે કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું.

      કડુ અગાઉ અચલપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય હતા.તેનું પ્રતિનિધિત્વ હાલમાં ભાજપના ધારાસભ્ય પ્રવીણ તાયડે કરે છે.કડુએ ૨૦૧૯થી ૨૦૨૨ સુધી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર દરમિયાન રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી.

    ધારાસભ્ય તાયડેના ભાઈ અભિજીત (૪૦) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ભૂતપૂર્વ મંત્રી કડુ અને શુભમ ઉર્ફે ગોલુ માહુરેએ તેને માર્ગ અકસ્માતમાં મારી નાખવાનું કાવતરું ઘડયું હતું.

    પોલીસ અધિકારીએ જણાવ્યું કે, તાયડેએ દાવો કર્યો હતો કે તેણે કથિત કાવતરા સંબંધિત વાતચીત તેના મોબાઇલ ફોન પર રેકોર્ડ કરી હતી.

    અન્ય એક અધિકારીએ કહ્યું  હતું કે, ફરિયાદીએ ઓડિયો રેકોડગ ધરાવતી પેન ડ્રાઇવ સબમિટ કરી છે.આ પુરાવાને  તપાસ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

        આ આરોપો ગંભીર છે અને અમે બધા પાસાઓની કાળજીપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. ફરિયાદના આધારે અમે કડુ સહિત બે વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતાની  કલમ ૬૧ (ગુનાહિત કાવતરું), ૫૫ (ગુના માટે ઉશ્કેરણી) અને ૫૮ (ગુના કરવાની યોજના છુપાવવી) હેઠળ ગુનો નોંધ્યો છે.ધ

     અમે રેકોડગ્સની સત્યતા ચકાસી રહ્યા છીએ અને વધુ પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ. આ તબક્કે કોઈ નિષ્કર્ષ કાઢી શકાય નહીં , એવું એક અધિકારીએ ઉમેર્યું હતું.