Mumbai

ધુરંધર ટુના ગીત ઓયે ઓયેના વિવાદ પર દિલ્હી હાઇકોર્ટે 50 લાખ રૃપિયા જમા કરાવવાનો આપ્યો આદેશ

By GS Team
16 May 20261 min read
ધુરંધર ટુના ગીત ઓયે ઓયેના વિવાદ પર દિલ્હી હાઇકોર્ટે 50 લાખ રૃપિયા જમા કરાવવાનો આપ્યો આદેશ

રજિસ્ટ્રાર જનરલ પાસેના આ રૃપિયા કેસ જીતનારનેઆપવામાં આવશે

મુંબઇ - ધુરંધર ટુ બોક્સઓફિસ છલકાવી રહી છે તેવામાં ઓયે ઓયે ગીતના ધૂનનોઉપયોગ બદલના વિવાદનો અંત આવતો નથી. ગુરુવારે દિલ્હી હાઇકોર્ટે  ત્રિમૂર્તિ ફિલ્મ્સના કોપીરાઇટ કેસ બદલ સુનવણીમાં સુપર સેસેટ(ટી-સીરીઝ)ને ૫૦ લાખ રૃપિયા કોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.આ કેસ જીતનારને ૫૦ લાખ રૃપિયા આપવામાં આવશે.

આદિત્ય ધરે ધુરંધર ટુમાં ત્રિદેવ ફિલ્મના નિર્માતા કમ્પની ત્રિમૂર્તિ પાસેથી આ ઓયે ઓયે ગીતના ધૂનનો ઉપયોગ કરવા માટે પરમીશન લીધી નહોતી. આ પછી ત્રિમૂર્તિ ફિલ્મસના માલિક રાજીવ રાયે કોર્ટમાં કોપીરાઇટસનો કેસ નોંધાવ્યો હતો. 

આ કેસ બદલ હજી અંતિમ નિર્ણય આવ્યો ન હોવાથી દિલ્હી હાઇકોર્ટે રજિસ્ટ્રાર જનરલ પાસે ૫૦ લાખ રૃપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો છે. ટી-સીરીઝ આ રૃપિયા રજિસ્ટ્રાર પાસે જમા કરાવશે પછી આ રકમ કેસ જીતનારને આપવામાં આવશે.