સયાની ગુપ્તાને વિનિતા નેગી સામે ના કેસમાં કોર્ટે રાહત આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આસમાની ફિલ્મ તફડંચીના કેસમાં કોર્ટનો વચગાળાનો ચૂકાદો
નેગીને સયાની ગુપ્તા સામે કોઇ બદનક્ષીભર્યા આાક્ષેપો સોશ્યલ મિડિયામાં ન કરવાનો કોર્ટનો આદેશ
મુંબઈ - એક્ટર અને ફિલ્મમેકર સયાની ગુપ્તાએ મુંબઇ સિટી સિવિલ કોર્ટમાં ફિલ્મમેકર વિનિતા નેગી તથા અન્યો સામે નવ કરોડ રૃપિયાનો બદનક્ષીનો દાવો નોંધાવ્યો હતો તેમાં સયાની ગુપ્તાને રાહત આપતાં કોર્ટે વિનિતા નેગીને ગુપ્તાની બદનક્ષી કરે તેવી કોઇ સામગ્રી પ્રકાશિત ન કરવાનો આદેશ આપ્યો હતો. અદાલતે મેટા પ્લેટફોર્મ તથા અમુક મિડિયા હાઉસીસને પણ બદનાર્મીભરી સામગ્રી હટાવવા જણાવ્યું હતુંં.
ગુપ્તાએ તેના દાવામાં જણાવ્યું હતું કે આ વિવાદને પહેલાં એપ્રિલ ૨૦૨૬માં સ્ક્રિન રાઇટર્સ એસોસિએશન સમક્ષ લઇ જવામાં આવ્યો હતો. ત્યાં મામલો પેન્ડિંગ હોવા છતાં નેગીએ વોટ્સ અપ ગુ્રપ અને સોશ્યલ મિડિયામાં સ્ટેટમેન્ટ ઓફ સપોર્ટ જારી કર્યું હતું. ગુપ્તાએ જણાવ્યું હતું કે આ બદનામીભર્યા આક્ષેપો ધરાવતી મેઇલ ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોને પણ મોકલવામાં આવી હતી જ્યાં આસમાનીને દર્શાવવા માટે પસંદ કરવામાં આવી હતી. જેને કારણે ફિલ્મને ફોેસ્ટિવલમાંથી પાછી ખેંચી લેવામાં આવતાં ગુપ્તાની પ્રોફેશનલ ઇમેજ ખરડાઇ હતી. આ વચગાળાના આદેશને કારણે સયાની ગુપ્તાને રાહત મળી ગઇ છે.




