Entertainment

ઇમ્તિયાઝ અલી 'સાઇડ હીરોઝ' ફિલ્મનું શૂટિંગ બિહારમાં કરશે

By GS Team
4 Sep 20261 min read
TukuTouch Logo
ઇમ્તિયાઝ અલી અને મહાવીર જૈન નિર્મિત ફિલ્મ 'સાઇડ હીરોઝ'નું સંપૂર્ણ શૂટિંગ બિહારમાં થશે. બિહાર સરકાર શૂટિંગ માટે દેશમાં સૌથી વધુ સબસિડી આપે છે. વરુણ શર્મા, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. જાન્યુઆરીમાં શૂટિંગ શરૂ થશે. ઇમ્તિયાઝ અલી બિહાર સાથે જોડાયેલા છે, તેથી આ પસંદગી ખાસ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇમ્તિયાઝ અલી 'સાઇડ હીરોઝ' ફિલ્મનું શૂટિંગ બિહારમાં કરશે
  • બિહારમાં શૂટ થતી ફિલ્મોને સૌથી વધુ સબસિડી મળે છે
  • સાઇડ હીરોઝમાં વરૂણ શર્મા, અભિષેક વર્મા અને અપારશક્તિ ખુરાનાની ભૂમિકાઓ

મુંબઈ : ઇમ્તિયાઝ અલી અને મહાવીર જૈનના નિર્માણમાં બની રહેલી ફિલ્મ 'સાઇડ હીરોઝ'નું સમગ્ર શૂટિંગ બિહારમાં કરવામાં આવશે. હાલ ફિલ્મના શૂટિંગ માટે નાના ટાઉનનું લોકાલ શોધવામાં આવી રહ્યું છે.
રસપ્રદ બાબત એ છે કે ફિલ્મના નિર્દેશક ઇમ્તિયાઝ અલીનો જન્મ જમશેદપુરમાં થયો છે અને તેમણે બિહારના પાટનગર પટણામાં પણ શરૂઆતના વર્ષો ગુજારેલાં છે. બિહાર સ્ટેટ ફિલ્મ ડેવલપમેન્ટ એન્ડ ફાયનાન્સ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર રાજ્યમાં શૂટ થનારી ફિલ્મને દેશમાં સૌથી વધુ સબસીડી બિહાર આપે છે. વળી સિંગલ વિન્ડો કલિયરન્સ સિસ્ટમને કારણે બિહારમાં શૂટિંગ કરવાનું આસાન બની ગયું છે.
'સાઇડ હીરોઝ' ફિલ્મમાં વરૂણ શર્મા, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાનાની મહત્વની ભૂમિકાઓ છે. ફિલ્મમાં બે નવી હિરોઇનને પણ લેવામાં આવશે. ફિલ્મ સિદ્ધાર્થ સેન અને પંકજ મટ્ટાએ લખી છે અને તેનું નિર્દેશન સંજય ત્રિપાઠી કરવાના છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીમાં શરૂ કરવાનું આયોજન છે.