સિયાનાં પોલીસ સમક્ષ નિવેદનો અને ચેટ રેકોર્ડઝ વચ્ચે વિરોધાભાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચાલાક સિયા પોલીસને ગોળ ગોળ ફેરવી રહી છે
પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસઃ સિયાએ દર્શાવેલી વિગતોનો ડિજિટલ પુરાવા સાથે મેળ ખાતો નથીં
મુંબઈ - પુણેના બિલ્ડર પરિવારના યુવાન પુત્ર કેતન અગ્રવાલના હત્યા કેસની તપાસ કરી રહેલી પુણે ગ્રામ્ય પોલીસ સિયાનાં વિસંગતતા ધરાવતા નિવેદનોથી પરેશાન થઈ ગઈ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સિયા આ નિવેદનોમાં પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહી હોય તેમ લાગે છે. સિયાએ પોલીસને અત્યાર સુધી ચેતન સાથેના તેના સંબંધો, લોહગઢ જવાના પ્લાન વગેરે બાબતે જે નિવેદનો આપ્યાં છે તેનો અને સિયાના ચેટ રેકોર્ડઝનો કોઈ મેળ ખાતો નથી.
પોલીસે સિયાનો મોબાઈલ ફોન કબ્જે કર્યો છે અને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. પોલીસે આ મોબાઈલમાંથી સિયાના ચેટ રેકોર્ડઝ તથા તેનાં સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન્સનો પણ ડેટા મેળવ્યો છે. સિયાની ચેટ્સ તથા તેનાં પોલીસ સમક્ષના નિવેદનો અલગ અલગ બાબતો દર્શાવે છે. આમ સિયા પોલીસને ગોળ ગોળ ફેરવી રહી છે.
પોલીસને આશા છે કે આ ડિજિટલ પુરાવા સિયા સામેનો કેસ મજબૂત કરવામાં મદદરુપ બનશે.




