Mumbai

કુંભમેળા માટે એસએસઆઈ દ્વારા નાશિકમાં ૧૨ સ્થળે કન્ઝર્વેશન પ્રોજેક્ટ

By GS Team
1 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: આવતા વર્ષે યોજાનારા સિંહસ્થ કુંભમેળાની તૈયારીના ભાગરૂપે, આર્કેલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (ASI) દ્વારા નાસિક અને ત્ર્યંબકેશ્વર ખાતે 12 હેરિટેજ સાઇટ્સ પર સંરક્ષણ પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે. જેમાં ત્ર્યંબકેશ્વર મંદિરનું સુશોભન, જાળવણી અને દર્શનાર્થીઓ માટે સુવિધાઓનો સમાવેશ થાય છે. આ કામગીરી 2026 થી 2028 દરમિયાન યોજાનાર કુંભમેળાને ધ્યાનમાં રાખીને કરાઈ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભમેળા માટે એસએસઆઈ દ્વારા નાશિકમાં ૧૨  સ્થળે કન્ઝર્વેશન પ્રોજેક્ટ

લાખો ભાવિકોના આગમનને ધ્યાને રાખી તૈયારીઓ

ત્ર્યંબકેશ્વર મંદિરમાં મોટાપાટે સુશોભન , જાળવણી કાર્યો તથા સુવિધાઓમાં ઉમેરાના પ્રોજેક્ટસ હાથ ધરાયા

મુંબઈ - આવતા વર્ષે યોજાનારા સિંહસ્થ કુંભમેળાની તૈયારીના ભાગરૃપે આર્કેલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (એએસઆઈ)એ ૧૨ હેરિટેજ સાઈટસ પર   કન્ઝર્વેશન પ્રોજેક્ટસ હાથ ધરી રહી હોવાની માહિતી સંસદમાં અપાઈ હતી.

 આર્કેલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) હેઠળ નાશિક  જિલ્લામાં ૧૧ સંરક્ષિત સ્મારકો છે. નાશિક જિલ્લામાં ચાર કન્ઝર્વેશન (સંરક્ષણ) પ્રોેજેક્ટસ ચાલી રહ્યા છે. જેમાં ત્ર્યંબકેશ્વર મંદિર, ગાયત્રી અને શિવમંદિર, પાંડવલેની ગુફાઓ વિગેરેમાં જરૃરી રિપેરીંગ કાર્યો અને વોટરપ્રુફિંગ કાર્યો ચાલી રહ્યા છે.

નાશિક જિલ્લામાં એએસઆઈ ૧૨ હેરિટેજ કન્ઝર્વેશન અને મુલાકાતીઓની સુવિધાઓના પ્રોજેક્ટસ તૈયાર કરશે જેમાંથી મોટાભાગના ત્ર્યંબકેશ્વર મંદિર કોમ્પ્લેક્સ સાથે સંકળાયેલા છે.ત્ર્યંબેકશ્વર મંદિરના ઉતરી અને પૂર્વી દરવાજાઓ, મંદિર પરની હેરિટેજ લાઈટિંગ માટે ઈલેકટ્રિકલ ફિટીંગ્સ નાખવા ગાયત્રી મંદિરનું સુશોભન, ગોદાવરી નદીના ઘાટો પર સ્ટોન સ્લેબ ફલોરિંગ પાથરવું વિગેરે કાર્યો કરશે. ત્ર્યંબકેશ્વર મંદિરના ઉત્તરી ભાગમાં બ્રાસચેઈન બેરિયર્સ સાથેની નાની દીવાલનું બાંધકામ, મંદિરના પ્રાંગણમાં દર્શનાર્થીઓ માટે સુવિધાઓ ઊભી કરવી વિગેરે કાર્યો કરાશે.

નાશિકમાં ૬ અનારક્ષિત અન ત્ર્યંબકેશ્વરમાં (અનારક્ષિત હેરિટેજ સ્ટ્રકચર્સને સુશોભન કરાશે રાજ્ય દ્વારા સંરક્ષિત કુશાવર્ત કુડના જિર્ણોધ્ધાર કામ પણ ચાલી રહ્યું છે.

નાસિક- ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભમેળા ૩૧મી ઓક્ટોબર ૨૦૨૬થી જુલાઈ ૨૪, ૨૦૨૮ સુધી ચાલશે. આવતા વર્ષની બીજી ઓગસ્ટ, ૩૧ ઓગસ્ટ સપ્ટેમ્બર ૧૧- ૧૨મીએ શાહી/ અમૃત સ્નાનની તારીખો છે.