Mumbai

નીટ પેપર લીકના માસ્ટરમાઇન્ડ પી. વી. કુલકર્ણીની સંપૂર્ણ કુંડળી

By GS Team
17 May 20262 mins read
નીટ પેપર લીકના માસ્ટરમાઇન્ડ પી. વી. કુલકર્ણીની સંપૂર્ણ કુંડળી

રસાયણશાના લાતુરના ભૂતપૂર્વ પ્રોફેસરની 'મેલી' વિદ્યા

મુંબઈ  -   નીટ પરીક્ષા પેપર લીક અને દેશભરમાં સનસનાટી મચાવનારા કરોડો રૃપિયાના સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર લાતુરના ભૂતપૂર્વ પ્રોફેસર પી. વી. કુલકર્ણી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્વારા  પુણેથી પકડાયેલા  કુલકર્ણી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની અત્યંત ગુપ્ત પ્રશ્નપત્રો તૈયાર કરતી સમિતિ સાથે સંકળાયેલા છે.

 પી. વી. કુલકર્ણી રસાયણશાના પ્રખ્યાત પ્રોફેસર છે. કુલકર્ણીએ લાતુરની પ્રખ્યાત 'દયાનંદ મહાવિદ્યાલય'માં ૨૮  વર્ષ સુધી શિક્ષણ આપ્યું છે. તેઓ અંદાજે પાંચ વર્ષ પહેલાં સેવામાંથી નિવૃત્ત થયા હતા. લાતુરમાં ૧૨મા વિજ્ઞાાન શાખા અને તબીબી પ્રવેશ પરીક્ષા (નીટ) ના માર્ગદર્શનમાં તેમનો મોટો પ્રભાવ હતો. કુલકર્ણીનું નિવાસસ્થાન લાતુરના કૈલાશ નગરમાં છે. પરંતુ તેમનો પરિવાર પુણેમાં  હોવાથી લાતુરમાં વધારે રહેતા નહોતા. નિવૃત્તિ પછી  તેઓ પુણેમાં રહ્યા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હતા.

    પ્રોફેસર હોવાને કારણે અને પરીક્ષા પ્રક્રિયામાં સીધા સંકળાયેલા હોવાથી તેમની પાસે મૂળ પ્રશ્નપત્રોની સીધી પહોંચ હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે કુલકર્ણીએ રસાયણશાના પેપર ફાડવા માટે આ પદ અને વિશ્વાસનો ઉપયોગ કર્યો  હતો.

  પ્રો. કુલકર્ણી પુણેમાં બ્યુટી પાર્લર ચલાવતી મનીષા વાઘમારેના સંપર્કમાં આવ્યા હતા. મનીષા દ્વારા તેમણે ઘણા વિદ્યાર્થીઓ અને વાલીઓનો સંપર્ક કર્યો હતો. આ સંપર્ક દ્વારા જ તપાસમાં બહાર આવ્યું હતું કે નીટ પેપર લીકમાં મોટો નાણાકીય વ્યવહાર અને કરોડો રૃપિયાનો સોદો થયો હતો.

   સીબીઆઈના જણાવ્યા અનુસાર  એપ્રિલ ૨૦૨૬ના છેલ્લા અઠવાડિયામાં  કુલકર્ણીએ તેના નેટવર્ક દ્વારા કેટલાક વિદ્યાર્થીઓને ભેગા કર્યા હતા. આ વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા જ પ્રશ્નો અને તેમના જવાબો  પુરા પાડયા હતા.

 સીબીઆઈ  તપાસમાંથી ખૂબ જ ચોંકાવનારી માહિતી સામે આવી છે. નીટ કૌભાંડના આરોપીઓએ પેપર લીક કરવા માટે વિષયોને એકબીજામાં વહેંચી દીધા હતા. પ્રો. પી. વી. કુલકર્ણી રસાયણશાના નિષ્ણાત હતા. આથી તેઓ રસાયણશાના પેપર લીક કરવા માટે જવાબદાર હતા. જ્યારે નાસિકનો આરોપી શુભમ ખૈરનાર તેના અન્ય સાથીઓની મદદથી બાયોલોજીનું પેપર લીક કર્યું હતું. નીટ પરીક્ષામાંભૌતિકશા, રસાયણશા અને બાયોલોજી એમ ત્રણ વિષયોની પરીક્ષા આપવાની હોય છે. આ ગેંગે વિદ્યાર્થીઓને મહત્તમ ગુણ મેળવવાનું વચન આપ્યું હતું. જોકે  તપાસ એજન્સીઓને શંકા ન જાય  માટે આ ગેંગ સંપૂર્ણ ૭૦૦ ગુણના પેપરને એકસાથે લીક કર્યા વિના વિષયવાર ટુકડાઓમાં પેપર લીક કરતી હતી.