સ્માર્ટ મીટરથી બિલ ૩-૪ ગણા વધતાં વસઈ-વિરારમાં ફરિયાદોનો ઢગલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહાવિતરણની ઓફિસે ગ્રાહકોનો ધસારો
આ વર્ષે વધેલી ગરમીના કારણે વીજ બિલ વધારે આવ્યાંનો મહાવિતરણનો દાવો
મુંબઈ - વસઈમાં મહાવિતરણ દ્વારા સ્માર્ટ વીજળી મીટર લગાવવાની ઝુંબેશ ઝડપથી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ ગ્રાહકો દ્વારા મોટા પાયે ફરિયાદો કરવામાં આવી રહી છે કે આ મીટરના કારણે ગેરવાજબી વીજળી બિલ આવે છે. અગાઉ તેમને દર મહિને ૩ થી ૪ હજાર રૃપિયાનું વીજળી બિલ મળતું હતું, પરંતુ હવે ઘણા ગ્રાહકોએ દાવો કર્યો છે કે તેમને ૧૫ થી ૨૦ હજાર રૃપિયાનું બિલ મળી રહ્યું છે. જો કે, મહાવિતરણે સ્પષ્ટતા કરી છે કે વધેલા બિલ સ્માર્ટ મીટરના કારણે નથી પરંતુ આ વર્ષની ગરમીના કારણે વધેલા વીજળી વપરાશને કારણે છે.
વસઈ-વિરારમાં લગભગ નવ લાખ ૫૩ હજાર વીજ ગ્રાહકો છે. મહાવિતરણ તેમના જૂના વીજ મીટરને સ્માર્ટ મીટરથી બદલવાનું કામ કરી રહ્યું છે, અને મહાવિતરણે માહિતી આપી છે કે અત્યાર સુધીમાં ૬ લાખ ૪૧ હજાર ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.
જો કે, ગ્રાહકોએ આરોપ લગાવ્યો છે કે સ્માર્ટ મીટર લગાવ્યા પછી વીજળી બિલમાં અચાનક વધારો થયો છે. પહેલાં બિલ ૩,૦૦૦ થી ૪,૦૦૦ રૃપિયા હતું. હવે એ જ બિલ ૧૫ થી ૨૦ હજાર રૃપિયા સુધી પહોંચી ગયું છે, ઘણા ગ્રાહકોએ ફરિયાદ કરી હતી. ગ્રાહકો તેમના વધેલા બિલ ઘટાડવા માટે વારંવાર મહાવિતરણ કાર્યાલયની મુલાકાત લઈ રહ્યા છે. જોકે, ગ્રાહકોએ આરોપ લગાવ્યો હતો કે કાર્યાલય તેમને ધપહેલા બિલ ચૂકવો અને પછી મીટર નિરીક્ષણ અથવા રિપ્લેસમેન્ટ માટે અરજી કરોધ એવો જવાબ આપી રહ્યા છે.
કોંગ્રેસના પદાધિકારી રવિ ભૂષણે પણ આ બાબતે ભારે નારાજગી વ્યક્ત કરી છે. આ એક સંગઠિત સફેદ કોલર લૂંટ છે. મને પણ વધેલા વીજળી બિલ મળ્યા છે. શહેરભરમાંથી આવી જ ફરિયાદો આવી રહી છે. ગ્રાહકોની ઇચ્છા વિરુદ્ધ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, તેમણે આરોપ લગાવ્યો હતો.
દરમિયાન, મહાવિતરણે આ બધા આરોપોને ફગાવી દીધા છે. આ વર્ષે ગરમીના કારણે એર કંડિશનર, પંખા અને અન્ય વિદ્યુત ઉપકરણોના વધતા ઉપયોગને કારણે વીજળી બિલમાં વધારો થયો છે. મહાવિતરણના એક્ઝિક્યુટિવ એન્જિનિયર માણિક રાઠોડે કહ્યું કે, તેનો સ્માર્ટ મીટર સાથે કોઈ સંબંધ નથી. તેમણે એમ પણ સમજાવ્યું કે સ્માર્ટ મીટર અંગે ગ્રાહકોની કોઈપણ ફરિયાદોના નિરાકરણ માટે વિવિધ સ્થળોએ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.









