Mumbai

વાંધાજનક ટી-શર્ટ સાથે કોમેડિયન કુણાલ કામરાનો નવો વિવાદ

By GS TEAM
27 Nov 20251 min read
વાંધાજનક ટી-શર્ટ સાથે કોમેડિયન કુણાલ કામરાનો નવો વિવાદ

આર.એસ.એસ પર નિશાન સાધતી તસવીર પોસ્ટ

પોલીસ અને ભાજપે કાર્યવાહીની ચેતવણી આપી

મુંબઈ  -   હાસ્ય કલાકાર કુણાલ કામરાએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ( આર.એસ.એસ) ની મજાક ઉડાવતો ટી-શર્ટ પહેરેલો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ  કર્યા પછી એક નવો વિવાદ શરૃ કર્યો ે છે, જેના પર ભાજપે કડક કાર્યવાહી કરવાની પ્રતિક્રિયા આપી હતી.જોકે કામરાને ગઈકાલે મંગળવારે પોલીસ કાર્યવાહીની ચેતવણી આપી હતી.

મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રશેખર બાવનકુલેએ ચેતવણી આપી હતી કે પોલીસ વાંધાજનક સામગ્રીનીે ઓનલાઈન પોસ્ટ કરનારાઓ સામે કાર્યવાહી કરશે. હકીકતમા પોલીસ કોઈપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરશે જે આવી વાંધાજનક પોસ્ટ પોસ્ટ કરશે, એમ બાવનકુલેએ સોમવારે કામરાની સોશિયલ મીડિયા પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું., જેમાં કૂતરાની છબીવાળી ટી-શર્ટ અને આર એસ એસ, ભાજપના વૈચારિક માર્ગદર્શકનો ઉલ્લેખ હતો.

 મહાયુતિ સરકારમાં  શિંદે શિવસેનાના કેબિનેટ મંત્રી સંજય શિરસાતે,  તેમણે આગ્રહ કર્યો કે  હાસ્ય કલાકારની વિવાદાસ્પદ પોસ્ટનો કડક જવાબ આપવો જોઈએ. કામરાએ ભૂતકાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે વિરુદ્ધ આકરી ટિપ્પણીઓ કરી હતી તે તરફ ધ્યાન દોર્યું હતું.