Mumbai

મુંબઇમાં સીએનજીના દરમાં 2 રૃપિયા વધ્યાઃ 15 દિવસમાં બીજી વાર દર વધારો

By GS Team
31 May 20261 min read
મુંબઇમાં સીએનજીના દરમાં 2 રૃપિયા વધ્યાઃ 15 દિવસમાં બીજી વાર દર વધારો

પીએનજીની કિંમતમાં ૫૦ પૈસા વધ્યા

મુંબઇ  -  મુંબઇ મહાનગર ક્ષેત્રના સીએનજીના ગ્રાહકોને ૧૫ દિવસમાં બીજી વખત ગદર વધારાનો ખતરો ઉભો થયો છે. મહાનગર ગેસ લિમિટેડે સીએનજી (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ)ના રિટેલ કિંમતમાં પ્રતિ કિલો બે રૃપિયા વધારી દીધા છે. જ્યારે ઘરોમાં પાઇપ દ્વારા અપાતા પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ)માં પ્રતિ એસ.સી.એમ. ૫૦ પૈસા વધારવામાં આવ્યા છે.

ગઇ મધરાતથી જ સીએનજીનો દર વધારો અમલમાં આવતા પ્રતિકિલો ૮૬ રૃપિયા થઇ ગયો છે. જ્યારે ઘરેલું પીએનજી ગેસમાં પ્રતિ એસસીએમ (સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર) ૫૦ પૈસાનો વધારો થતા તેની કિંમત  બાવન રૃપિયા થઇ ગઇ છે.

દેશાંતર્ગત નેચરલ ગેસનું ઘરેલું વિતરણ, મોંઘા ગેસ સ્ત્રોત પર વધેલી નિર્ભરતા અને રૃપિયો નબળો પડવાથી  ગેસ ખરીદીમાં ખર્ચામાં થયેલા વધારાને પગલે પંદર દિવસમાં બીજી વાર ભાવવધારો કરવો પડયો છે. એવો ખુલાસો ગેસ કંપની તરફથી કરવામાં આળ્યો હતો. સીએનજીનો દર પેટ્રોલ કરતાં ૪૫ ટકા અને ડિઝલ કરતાં ૧૨ ટકા ઓછો છે એવો કંપનીનો દાવો છે.

રિક્ષા-ટેક્સીના ભાડા વધવાની શક્યતા

સીએનજીની કિંમતમાં પખવાડિયામાં બીજી વાર વધારો થતા રિક્ષા  અને ટેક્સીના ભાડામાં વધારો થવાની શક્યતા છે. આમ તો પંદર દિવસ પહેલાં સીએનજીના ભાવ વધારવામાં આવ્યા ત્યારે રિક્ષાના ભાડામાં કિ.મી. દિઠ એક રૃપિયાનો વધારો મંજૂર કરવાની રિક્ષા-ટેક્સી યુનિયને માગણી કરી હતી. હવે કદાચ વધુ ભાડાંની દરખાસ્ત ફરી મૂકવામાં આવે એવી સંભાવના છે.