પુણે હોસ્ટેલ કેમ્પસમાં એબીવીપી સાથે અથડામણ, યુથ કોંગ્રેસના કાર્યકરો સામે ગુનો નોંધાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વિદ્યાથનીઓને છાત્રોં કી ગૂંજ માટે નોંધણીનું દબાણ કરાયાનો આરોપ
કાર્યક્રમ દરમિયાન સુરક્ષા જાળવવા અને ભીડનું યોગ્ય સંચાલન કરવા ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
મુંબઈ - કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના છાત્રોં કી ગૂંજ કાર્યક્રમ પહેલા યુનિવસટી હોસ્ટેલ કેમ્પસમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સભ્યો સાથે હિંસક અથડામણ બાદ પુણે પોલીસે શનિવારે ૫૦થી ૬૦ યુવા કોંગ્રેસના કાર્યકરો સામે કેસ નોંધ્યો છે.
શુક્રવારે એબીવીપી અને નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (એનએસયુઆઈ)ના સભ્યો વચ્ચે થયેલી અથડામણ બાદ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, પુણેના હોસ્ટેલ કેમ્પસમાં મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, એબીવીપી સભ્ય દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે ૫૦થી ૬૦ યુવા કોંગ્રેસના કાર્યકરો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
ફરિયાદીએ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના કાર્યકરો ઇન્સ્ટિટયૂટની વિદ્યાથનીઓને છાત્રોં કી ગૂંજ કાર્યક્રમ માટે નોંધણી કરાવવા અને તેમાંથી એક વિદ્યાથની પર વીડિયો નિવેદન રેકોર્ડ કરવા દબાણ કરી રહ્યા હતા.
ફરિયાદમાં જણાવાયું છે કે કોંગ્રેસના કાર્યકરોએ કથિત રીતે શાબ્દિક દુર્વ્યવહાર અને હુમલો કર્યો હતો. ત્યારે એબીવીપીના સભ્યોએ આ મામલાની પૂછપરછ કરવા માટે હોસ્ટેલની મુલાકાત લીધી હતી.
અગાઉ ઘટના બાદ હોસ્ટેલની મુલાકાત લેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે દાવો કર્યો હતો કે એબીવીપીના કાર્યકરો બે વિદ્યાથનીઓને ધમકી આપી રહ્યા હતા.
મહારાષ્ટ્ર પ્રદેશ યુથ કોંગ્રેસના (મીડિયા વિભાગ) પ્રમુખ અક્ષય જૈને કહ્યું હતું કે આ ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે બે વિદ્યાથનીઓએ તેમના શિષ્યવૃત્તિના મુદ્દાઓ પર ચિંતા વ્યક્ત કરી હતી અને છાત્રોં કી ગુંજ કાર્યક્રમને ટેકો આપ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન સુરક્ષા જાળવવા અને ભીડનું યોગ્ય સંચાલન કરવા માટે બે તબક્કામાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમ સ્થળે લગભગ ૫૦૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કડક સુરક્ષા વ્યવસ્થા હતી. પોલીસ દળ મુખ્ય પ્રવેશદ્વાર, પાર્કિંગ લોટ, મુખ્ય ચોક અને સમગ્ર વિસ્તાર પર ચાંપતી નજર રાખવાના હતા. આ ઉપરાંત કાર્યક્રમ સ્થળે પ્રવેશતા વાહનોની પણ તપાસ કરવાના હતા.
આ કાર્યક્રમને કારણે આ વિસ્તારમાં ટ્રાફિક પર ઘણું દબાણ આવવાની શક્યતા હતી. આથી ટ્રાફિકને સુગમ રાખવા માટે ૭૦૦ ટ્રાફિક પોલીસનો કાફલો અલગથી તૈનાત કરવામાં આવ્યો હતો. ટ્રાફિક જામ ટાળવા માટે પોલીસે ખાસ ટ્રાફિક પ્લાન તૈયાર કર્યો હતો. ટ્રાફિકને સુગમ રાખવા માટે વહીવટીતંત્રે વૈકલ્પિક માર્ગોેનો ઉપયોગ કરવાની પણ યોજના બનાવી હતી









