અનાથ ન હોય તેવાં બાળકનો કબજો બાળ કલ્યાણ સમિતિ ન રાખી શકે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દત્તક બાળકી માતાપિતાને સોંપાઈ
ત્તક આપવામાં યોગ્ય પ્રક્રિયા પાર ન પડાઈ હોવાથી માં-બાપને કબજો સોંપવા આદેશે
મુંબઈ - જેમને કોઈએ ત્યજી દીધા નહોય અને અનાથ નહોય એવા બાળકોનો કબજો રાખવાનો બાળ કલ્યાણ સમિતિને અધિકાર નહોવાનો હાઈકોર્ટની નાગપુર બેન્ચે આદેશ આપીને દત્તક બાળકીને તેના માતાપિતાને સોંપી હતી.
૨૦૨૦માં ચંદ્રપુર જિલ્લાના એક દંપતીએ ગઢચિરોળી જિલ્લાના દંપતીની બાળકીને દત્તક લીધી હતી. પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે દત્તકવિધાન દસ્તાવેજની કાયદેસર નોંધણી થઈ નહોતી. માત્ર નોટરી દ્વારા દસ્તાવેજ તૈયાર કરાયો હતો. આથી ૨૦૨૬માં એક બિનસરકારી સંસ્થાની ફરિયાદથી બાળ કલ્યાણ સમિતિએ બાળકીનો કબજો લીધો હતો. પાલકે સમિતિને વારંવાર વિનંતી કરીને બાળકી પાછી માગી પણ સમિતિએ ઈનકાર કર્યો હતો.પાલકે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટમાં જન્મદાતા માતાપિતાએ પણ આ માગણીને સમર્થન આપીને પોતાની સંમતિથી બાળકી દત્તક આપ્યાની માહિતી આપી હતી. આથી કોર્ટે બાળ ન્યાય ( કાળજી સંરક્ષણ) કાયદાની જોગવાઈને ધ્યાનમાં લઈને અરજી મંજૂર કરી હતી. કાયદામાં ફસાયેલા બાળકો અને ઉછેર અને સંરક્ષણની જરૃર હોય એવા બાળકો એમ બે વર્ગના બાળકોને સંરક્ષણ આપવાનો બાળ ન્યાય કાયદાનો હેતુ છે. સમિતિને સનાથ બાળકની બાબતમાં નિર્ણય લેવાનો અધિકાર નહોવાનું કોર્ટે નિર્ણય આપતાં જણાવ્યું હતું.




