જેક્લિન, સુકેશ સામે આરોપો ઘડાયા, હવે ખટલો શરુ થશે

૨૦૦
કરોડના મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી
પોતે
આરોપી નહિ પરંતુ પીડિત છે તેવી જેક્લિનની દલીલ અદાલતે ફગાવી
મુંબઈ
- નવી
દિલ્હીની એક અદાલતે ૨૦૦ કરોડ રુપિયાના મની લોન્ડરિંગ કેસમાં એકટ્રેસ
જેક્લિન ફર્નાન્ડિઝ તથા સુકેશ ચન્દ્રશેખર સહિત ૧૫ આરોપીઓ સામે આરોપો ઘડયા હતા. આ
સાથે તેમની સામે ખટલો ચાલવાનો માર્ગ હવે મોકળો થયો છે.
આજે
બપોરે જેક્લિન, સુકેશ સહિતના આરોપીઓ કોર્ટમાં રુબરુ હાજર
રહ્યા હતા.
જેક્લીન
શરુઆતથી જ એવો દાવો કરતી રહી છે કે તે આ
કેસમાં આરોપી નહીં પરંતુ પીડિત છે. સુકેશ ચન્દ્રશેખરે તેની સાથે છેતરપિંડી કરી છે.
જોકે, તપાસ
એજન્સીઓનો આરોપ છે કે જેક્લિનને શરુઆતથી જ જાણ હતી કે સુકેશે ગુન્હાઈત પ્રવૃત્તિઓ
દ્વારા આ નાણાં મેળવ્યાં છે અને તેમ છતાં તેણે સુકેશ પાસેથી ૫.૭૧ કરોડની
મોંઘીદાટ ગિફ્ટસ સ્વીકારી તેને મની લોન્ડરિંગમાં મદદ કરી હતી.
જોકે, જેક્લિન ગુનાઈત રકમના
ઉપયોગ માટે સુકેશ સાથે ભળેલી હતી તેવું દર્શાવવા
પૂરતા પુરાવા છે તેમ અદાલતે કેસમાં તેની ભૂમિકાની ચર્ચા કરતી વખતે નોંધ્યું
હતું.
દિલ્હી
પોલીસ સ્પેશ્યલ સેલ દ્વારા દાખલ કરાયેલા અન્ય એક કેસમાં અદાલતે સુકેશ સહિત ૨૦
અન્યો સામે મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એક્ટ (મકોકા) હેઠળ પણ
આરોપો ઘડયા હતા.
એડિશનનલ સેશન્સ જજ પ્રશાંત શર્મા સમક્ષ ઉપસ્થિત થયેલા
તમામ આરોપીઓએ પોતાની સામેના આરોપો નકાર્યા હતા.
અગાઉ
ગઈ તા. ૩૦મીએ અદાલતે બે અલગ અલગ કેસોમાં આ આરોપીઓ સામે પુરતા પુરાવા હોવાનું જણાવી આરોપો ઘડવા આદેશ આપ્યો હતો.




