Mumbai

બ્રાન્ચ બંધ કરી 500 કર્મચારીઓને બેરોજગાર બનાવનારો સીઈઓ ઝડપાયો

By GS Team
4 Jun 20261 min read
બ્રાન્ચ  બંધ કરી 500 કર્મચારીઓને બેરોજગાર બનાવનારો સીઈઓ ઝડપાયો

મૂળ નોઈડાની આઈટી કંપનીની પુણે બ્રાન્ચ બંધ કરાઈ હતી

હર્ષલ ઠાકરે સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનોઃ લેબર કમિશનરમાં પણ રજૂઆત કરાઈ

મુંબઈ -  મૂળ નોઈડાની આઈટી ફર્મ થીંકટેક ઇન્ડિયા ઓપીસી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની હિંજેવાડી  બ્રાન્ચ ઓફિસ  કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના ૨૨  એપ્રિલના રોજ બંધ કરી દઈ ૫૦૦ કર્મચારીઓને બેરોજગાર બનાવી દેવાના કેસમાં પોલીસે આ કંપનીના સીઈઓ હર્ષલ ઠાકરેી ધરપકડ કરી હતી. 

નાસિકથી ઝડપાયેલા હર્ષલ  સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨) (વિશ્વાસનો ગુનાહિત ભંગ), ૩૧૮(૪) (છેતરપિંડી) અને ૩(૫) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.પોલીસે કહ્યું હતું કે, આઇટી કંપનીના મેનેજમેન્ટ પર કર્મચારીઓના પગાર રોકવા, ભરતી દરમિયાન  લેપટોપ સિકયુરિટી પેટે પૈસા લેવા અને અન્ય આરોપ છે.

અમે કંપનીના વરિ અધિકારીઓ સામે છેતરપિંડી અને ગુનાહિત વિશ્વાસ ભંગનો કેસ નોંધ્યો છે. આરોપી (ઠાકરે) ને નાસિકથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. અમે કંપની બંધ થવાના કારણો ચકાસી રહ્યા છીએ. આ કેસની તપાસ ચાલી રહી છે, એમ હિંજેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાલાજી પાંઢારેએ જણાવ્યું હતું.

 કંપનીના કર્મચારીઓએ પોલીસ અને મહારાષ્ટ્ર લેબર કમિશનરની ઓફિસને પત્રો સુપરત કર્યા છે. એમાં  હસ્તક્ષેપ અને બાકીના પૈસાની વસૂલાતની માંગ કરવામાં આવી છે.