Mumbai
ફિલ્મોમાં બીફને લગતા ઉલ્લેખો પર સેન્સર બોર્ડ પ્રતિબંધ મૂકશે
By GS TEAM
13 Oct 20251 min read

ધાર્મિક લાગણી દુભાતી હોવાથી નિર્ણય
મલયાલમ ફિલ્મોમાં બીફને લગતા ઉલ્લેખો બહુ કોમન બની ગયા છે
મુંબઇ - સેન્સર બોર્ડ તમામ ફિલ્મોમાંથી બીફને લગતા ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે.
હાલમાંજ મલયાલમની એક ફિલ્મ હાલમાંથી બીફ બીરિયાની શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. એ પછી ફિલ્મના નિર્માતા અદાલતમાં પહોંચ્યા હતા. જોકે, હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
દેશના કેટલાક વિસ્તારોમાં બીફ આરોગવામાં આવે છે. મલયાલમ ફિલ્મોમાં બીફનો ઉલ્લેખ બહુ કોમન છે. જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં બીફ વર્જિત મનાય છે. બીફને લગતા કોઈપણ ઉલ્લેખથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. આથી સેન્સરે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.








