Mumbai

ધૂરંધરમાં દેશનાં સિક્રેટ લીક થવા અંગે સેન્સર બોર્ડને તપાસના આદેશ

By GS Team
22 May 20261 min read
ધૂરંધરમાં  દેશનાં સિક્રેટ લીક થવા અંગે સેન્સર બોર્ડને તપાસના આદેશ

ફિલ્મ સામે દિલ્હી હાઈકોર્ટમાં અરજી

ફિલ્મમાં દર્શાવાયેલી કેટલીક બાબતોથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાનો અરજીમાં દાવો

મુંબઈ -  દિલ્હી હાઈકોર્ટે રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર ટુ'માં દેશની કેટલીક સંવેદનશીલ બાબતો લીક કરી દેવામાં આવી  હોવાના આક્ષેપો  કરતી એક અરજી સંદર્ભમાં સેન્સર બોર્ડ તથા કેન્દ્ર સરકારને તપાસ કરવા જણાવ્યુું છે.

સશસ્ત્ર સીમા દળના એક જવાન દ્વારા કરાયેલી અરજીના સંદર્ભમાં જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય તથા જસ્ટિસ તેજસ કારિયા દ્વારા આ આદેશ અપાયો હતો.

આ અરજીમાં આક્ષેપ કરાયો છે કે ફિલ્મના કેટલાંક દ્રશ્યોમાં અમુક ઓપરેશનલ મેથડ, વ્યૂહાત્મક  કાર્યવાહી તથા  ઈન્ટેલીજન્સ  સંબંધિત બાબતો એવી રીતે દર્શાવાયાં છે કે તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાઈ શકે છે અને અન્ડરકવર એજન્ટો માટે જોખમ સર્જાઈ શકે છે. આ ફિલ્મમાં લશ્કર તથા ઈન્ટેલીજન્સની ખરેખરી કાર્યવાહીનાં કેટલાંક લોકેશન્સ દર્શાવાયાં છે તેમ આ અરજીમાં જણાવાયું છે.

હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરી હતી કે ફિલ્મ એક કાલ્પનિક કૃતિ છે તેમ છતાં પણ આ પ્રકારનાં વર્ણનોની અસરોને સદંતર અવગણી શકાય નહીં.