સીસીટીવી ફૂટેજમાં સાહિલ ખિસ્સું તપાસતો દેખાયો હોવાનો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ ઃ આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીના મૃત્યુની તપાસમાં પરીક્ષા હોલ અને કેમ્પસના સીસીટીવી ફૂટેજ મહત્ત્વપૂર્ણ પુરાવા તરીકે સામે આવ્યાની માહિતી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. એક અહેવાલમાં પ્રાપ્ત માહિતીનુસાર, પરીક્ષા પૂર્ણ થવાના આશરે ૧૫ મિનીટ પહેલાં એટલે કે બપોરે ૧૨.૩૦ થી ૧૨.૪૫ વચ્ચે સાહિત પરીક્ષા હોલમાં નીચે નમીને પોતાના ખીસ્સામાં કશુંક જોઈ રહ્યો હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ એક પ્રોફેસર તેને પૂછપરછ માટે અન્ય વિદ્યાર્થીઓથી અલગ લઈ ગયા હતા અને થોડા સમય પછી તેને પરીક્ષા હોલમાંથી બહાર જવા કહેવાયું હતું.
સીસીટીવી મુજબ, પરીક્ષા હોલમાંથી બહાર નીકળ્યા બાદ સાહિલ આઈઆઈટી બોમ્બે કેમ્પસમાંથી પસાર થઈને પોતાની હૉસ્ટેલ તરફ ગયો હતો. આશરે ૧.૨૫ વાગ્યે તે હૉસ્ટેલ-૪ની પોતાની રુમમાં ગયો હતો. ત્યારબાદ તે રુમમાંથી બહાર નહોતો આવ્યો. બાદમાં તેના મૃત્યુના સમાચાર આવ્યા હતા. જોકે આ સીસીટીવીના ફૂટેજ હજી અધિકૃતપણે કોઈસ્થળે જાહેર કરાયા નથી. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ પરીક્ષા હોલ, કેમ્પસ અને હોસ્ટેલના વિવિધ સીસીટીવી ફૂટેજને અન્ય તપાસના પુરાવા સાથે જોડીને ઘટનાક્રમ સમજવાનો પ્રયાસ કરી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.




