Mumbai

યુનિવર્સિટીનો જ કર્મચારી પ્રશ્નપત્રોના ફોટો લેતો હોવાનું સીસીટીવીમાં કેદ

By GS Team
26 Apr 20261 min read
યુનિવર્સિટીનો જ કર્મચારી  પ્રશ્નપત્રોના ફોટો લેતો હોવાનું સીસીટીવીમાં કેદ

મુંબઈ યુનિવર્સિટી પ્રશ્નપત્ર લીક પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો

વૉટ્સએપ દ્વારા પેપર લીક થયાની શંકા, યુનિવર્સિટીએ આંતરિક તપાસ હાથ ધરી

મુંબઈ - મુંબઈ યુનિવર્સિટીમાં બીકોમના છઠ્ઠા સત્રની પરીક્ષાના પ્રશ્નપત્ર લીક મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સીસીટીવી ફૂટેજમાં કલિના કેમ્પસ સ્થિત સેન્ટર ફોર ડિસ્ટન્સ એન્ડ ઓપન લર્નિંગ (સીડીઓઈ) ખાતેના એક કોન્ટ્રાક્ટ કર્મચારી પ્રશ્નપત્રોની ઝેરોક્સ કોપી કરતી વખતે તેમના ફોટા લેતા જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ પરીક્ષા પ્રણાલીની સુરક્ષાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પેપર લીક યુનિવસટી અંદરથી જ થયાની શક્યતા છે. અગાઉ પણ બીકોમના ત્રણ વિષયોના પ્રશ્નપત્રો વોટ્સએપ ગુ્રપ દ્વારા લીક થયાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓના મોબાઇલમાં પ્રશ્નપત્રો મળતા મામલો વધુ ગંભીર બન્યો છે, તેમજ ખાનગી કોચિંગ ક્લાસ સાથે પણ તેની સંડોવણી હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

આ ઘટનાને પગલે યુનિવસટીએ તાત્કાલિક આંતરિક તપાસ શરૃ કરી છે અને પરીક્ષા પ્રક્રિયાની પારદશતા જાળવવા માટે વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. સંબંધિત કર્મચારી સામે કડક કાર્યવાહી હાથ ધરવાની પ્રક્રિયા ચાલુ છે. સાથે જ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પરીક્ષા વ્યવસ્થામાં સુધારા લાવવાના સંકેતો આપવામાં આવ્યા છે અને બાકી રહેલી પરીક્ષાઓ કડક દેખરેખ હેઠળ લેવામાં આવશે.