અશ્લીલ કન્ટેન્ટ બદલ પ્રણિત મોરે, ડો. સેજલ પવાર સહિત 5 સામે ગુનો દાખલ

૩૭૦
રુપિયાની બિરિયાનીની અભદ્ર કોમેન્ટ સામે ભારે આક્રોશ
ડો.
સેજલ પવારે પુરુષોના મૃતદેહનો પ્રાઈવેટ
પાર્ટસ વિશે અશ્લીલ ટિપ્પણીઓ કરી હતીઃ આરોપીઓને
પોલીસનું તેડું
મુંબઈ
- મહારાષ્ટ્ર સાયબર દ્વારા ગુરુવારે સોશિયલ મીડિયા પર કથિત રીતે અશ્લીલ અને
વાંધાજનક સામ્રગી ફેલાવવા બદલ સ્ટેન્ડ અપ કોમેડિયન પ્રણિત મોરે, વેબ ડેવલોપર હિમાંશું જાંગરા, ડોં. સેજલ પવાર અને
અન્ય બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
અધિકારીઓના
જણાવ્યા મુજબ, પ્રણિત મોરે દ્વારા આયોજિત એક સ્ટેન્ડ અપ કોમેડી શોના સંદર્ભમાં યુટયુબ
અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલાક વીડિયો શેર કરવામાં
આવ્યા હતા. આમાં કથિત રીતે મહિલાઓ વિશે અને મૃતક પુરુષો વિશે અશ્લીલ અને અપમાનજનક
ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
પોલીસના
જણાવ્યા મુજબ, એક વિડીયો ક્લિપમાં હિમાંશુ જાંગરાએ તેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર રુ. ૩૭૦
ની કિંમતની બિરયાની ઓર્ડર કરી હતી. આ બાદ તેણે જણાવ્યું હતું કે બિરયાની પર
ખર્ચવામાં આવેલા પૈસા તો વસુલવા પડેને તેથી તેણેે તેની ગર્લફ્રેન્ડ પાસે શારીરીક
સંબંધની માંગ કરી હતી. સાયબર પોલીસના મતે
આ મહિલાઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓ છે.
બીજી
એક ક્લિપમાં કેઈમ હોસ્પિટલમાં છેલ્લા વર્ષની મેડિકલની વિદ્યાર્થિની ડોં. સેજલ
પવારે તેમના મેડિકલ અભ્યાસના કિસ્સાઓ જણાવતા જણાવ્યું હતું કે અમે શૈક્ષણિક હેતુઓ
માટે મૃત પુરુષોના શરીરનો ઉપયોગ કરતા તે સમયે હું અને મારા મિત્રો તબીબી પરિક્ષણ
માટે લાવવામાં આવેલ પુરુષોના મૃતદેહોના પ્રાઈવેટ પાર્ટને લઈને અશ્લીલ ટિપ્પણીઓ
કરતા. આવી તમામ અશ્લીલ ટીપ્પણીઓ બાદ પ્રણિત મોરે અને ત્યાં હાજર તમામ લોકો તેના પર
હસતા વીડિયોમાં નજરે ચઢ્યા હતા.
જેથી સાયબર પોલીસે આને મૃતકોની ગરિમાનું અપમાન
હોવાનું જણાવીને જાહેર શિષ્ટાચારના સ્વીકૃત ધોરણોનું ઉલ્લંઘન થયું હોવાનું કહેવાય
છે.વધુમાં પ્રણિત મોરે દ્વારા આયોજિત કાર્યક્રમના ભાગરુપે આ તમામ સામ્રગી રેકોર્ડ
કરવામાં આવી હતી અને તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. જેને સોશિયલ મીડિયા
પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી હતી. આ તમામનો મુખ્ય હેતુ એન્ગેજમેન્ટ વધારીને
પૈસાની કમાણી કરવાનો હતો.
જો
કે, બીજી
તરફ આ મુદ્દો ચર્ચાતા નેટિઝન્સ દ્વારા આક્રાશ ફેલાતા હિમાંશુ જાંગરાને નોકરીમાંથી
કાઢી મૂકવામાં આવ્યો હતો. તો ડો. સેજલ પવારે તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને
આ મુદ્દે માંફી માંગી હતી.
દરમિયાન
આ તમામ મુદ્દાઓના સંદર્ભમાં મહારાષ્ટ્ર સાયબરે પ્રણિત મોરે, હિમાંશુ જાંગરા અને
ડો. સેજલ પવારને સમન્સ જારી કર્યા છે. આમાં તેમને પૂછપરછ માટે હાજર રહેવા અને તેમના
નિવેદનો રેકોર્ડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. વધુમાં મહારાષ્ટ્ર સાયબર
દ્વારા આ ગુનો નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં
ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ નોંધવામાં આવ્યો હતો અને આ મામલે વધુ
તપાસ હાથ ધરી હતી.




