હાફિઝ સઈદ સહિત છ આતંકવાદીઓ સામે અનુપસ્થિતિમાં કેસ ચાલશેઃ નિકમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

૨૬/૧૧ના સૂત્રધારો ભારતના રડાર પર
પાક સ્થિત આતંકીઓને વિશેષ કોર્ટે હાજર રહેવા ફરમાન જારી કર્યું
મુંબઈ - મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ, ઝકી ઉર રહેમાન લખવી અને સાજીદ મીર સહિત છ પાકિસ્તાની આતંકવાદીઓ પર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ હેઠળ તેમની ગેરહાજરીમાં કેસ ચલાવવાની પ્રક્રિયા શરૃ થઈ ગઈ છે.
વિશેષ સરકારી વકિલ ઉજ્વલ નિકમે આ માહિતી જળગાંવના નિવાસસ્થાને પત્રકારોને આપી હતી.કોર્ટે ફરાર આરોપીઓને હાજર રહેવાનું ફરમાન કાઢ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી હતી કે જાહેરનામું બહાર પાડયાના ૯૦ દિવસમાં આતંકવાદ વિરોધી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખાસ કરીને આરોપી કોર્ટમાં હાજર નહોય તો પણ કાયદા અનુસાર તેમને બચાવાની સંપૂર્ણ તક આપવામાં આવશે.
જો આગામી ત્રણ વર્ષમાં કોર્ટ સમક્ષ હાજર રહેશે નહીં તો કોર્ટનો ચુકાદો અંતિમ મનાશે, એમ તેમણે જણાવ્યું હતું.
૨૬/૧૧ના હુમલાનો મુખ્ય હેતુ ભારત સામે અઘોષિત યુદ્ધ છેડવાનો હતો. અજમલ કસાબ વિરુદ્ધ કેસમાં આરોપ કરવામાં આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટે માન્ય કર્યો હતો. હવે ઉક્ત છ આરોપીઓ વિરુદ્ધ ડેવિડ હેડલીની સાક્ષી સહિત નક્કર પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાનું તેમણે જણાવ્યું હતું. પાકિસ્તાન આતંકવાદને સંરક્ષણ આપતું હોવાનો પણ આરોપ કર્યો હતો.
કોર્ટના ફરમાનને હવે ઈન્ટરપોલની મદદથી પાકિસ્તાનમાં જાહેર કરવા બાબત કેન્દ્રને સૂચના અપાઈ છે. આગામી દિવસમાં આ સંબંધી અહેવાલ અપક્ષીત છે. એકાદા કેસમાં કોર્ટનો નિકાલ આવે તો તેના આધારે આતંકવાદને ટેકો આપતા પાકિસ્તાન પર વૈશ્વિક સ્તરે દબાવ લાવવાનો માર્ગ મોકળો થશે, અમે તેમણે જણાવ્યું હતું.




