Mumbai

કોવિડ સંક્રમિત છતાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં દાખલ નહીં થયેલા ડોક્ટર સામનો કેસ રદ

By GS Team
18 Apr 20262 mins read
કોવિડ સંક્રમિત છતાં ક્વોરન્ટાઈન સેન્ટરમાં દાખલ નહીં થયેલા ડોક્ટર સામનો કેસ રદ

પોલીસની મદદથી દાખલ કરવાની સૂચના અપાયેલી

નોટિસ  બાદ સેન્ટરમાંં દાખલ થયા હોવાનું નોંધીને કોર્ટે ચેપ ફેલાવવાનું કૃત્ય થયું નહોવાની નોંધ કરી 

મુંબઈ -  બોમ્બે  હાઈકોર્ટે તાજેતરમાં કોવિડ-૧૯ લોકડાઉન દરમિયાન એક ડાક્ટર વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરી હતી, જેમણે વાયરસથી સંક્રમિત હોવા છતાં, સારવાર માટે સ્પષ્ટ આદેશ છતાં  કોવિડ સેન્ટરમાં દાખલ થયા નહોતા.૧૦૮ એમ્બ્યુલન્સ (ઇમરજન્સી સેવા) પર રહેલા ડા. વિનાયક શંકર ભાલેરાવ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે ડા. ભગવાનદાસ શંકરદાસ ઝવેર વિરુદ્ધ દાખલ કરાયેલી એફઆઈઆર સિંગલ જજ જસ્ટિસ ઉમલા જોશી-ફાળકેએ રદ કરી હતી. 

બુલઢાણા જિલ્લાના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે ભાલેરાવને સ્થાનિક પોલીસની મદદ લેવા માટે બોલાવ્યા હતા જેથી ઝવેરને બુલઢાણાના મહેકર ખાતેના કોવિડ સેન્ટરમાં દાખલ કરી શકાય. શરૃઆતમાં મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટના આદેશ મુજબ ઝવેર કોવિડ સેન્ટરમાં હાજર ન થયો હોવાથી, ભાલેરાવ પોલીસ સાથે આરોપી ડાક્ટરના ઘરે ગયા પરંતુ તેમના કે તેમના પરિવાર તરફથી કોઈ જવાબ ન મળ્યો. પોલીસે મેગાફોનની મદદથી જાહેરાત પણ કરી પરંતુ ઝવેર બહાર આવ્યા નહીં. થોડા સમય પછી, ફરિયાદી ડાક્ટરને જાણ કરવામાં આવી કે ઝવેર પોતે કોવિડ સેન્ટર પહોંચ્યો છે. ત્યારબાદ તેમની સામે તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. 

જોકે, જસ્ટિસ જોશી-ફાળકેએ જણાવ્યું હતું કે રેકોર્ડ પરની સામગ્રી ઝવેર પર કેસ ચલાવવામાં ઓછી પડી ગઈ ખાસ કરીને કારણ કે તેઓે પોતે કોવિડ સેન્ટર ગયા હતા પણ થોડા સમય પછી. તે દર્શાવે છે કે હાલના અરજદાર હોમ ક્વોરેન્ટાઇનમાં હતા અને તેમને કોવિડ સેન્ટરમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. સ્વીકાર્ય છે કે અરજદારને જારી કરાયેલ નોટિસ દર્શાવે છે કે તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હાજર થવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓ બપોરે ૧.૧૫ વાગ્યે હાજર થયા હતા. આમ, એવું નથી કે તેઓ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હાજર થયા ન હતા. હકીકતમાં, વિવિધ સાક્ષીઓના નિવેદન દર્શાવે છે કે ત્યારબાદ, તેમણે ક્વોરેન્ટાઇન સેન્ટરમાં હાજરી આપી હતી. 

આમ, જ્યાં સુધી  જાહેર સેવક દ્વારા યોગ્ય રીતે જારી કરાયેલા આદેશના અનાદર સાથે સંબંધિત છે તે હાલના અરજદાર સામે આકષત થતો નથી,એ મ ન્યાયાીશ જોશી-ફાળકેએ ૮ એપ્રિલના રોજ પસાર કરેલા આદેશમાં જણાવ્યું હતું. 

 ન્યાયાધીશે અભિપ્રાય આપ્યો કારણ કે એવો કોઈ આરોપ નથી કે તેણે ગેરકાયદેસર રીતે અથવા બેદરકારીથી કોઈ એવું કૃત્ય કર્યું જે તે જાણતો હતો અથવા એવું માનવાનું કારણ હતું કે તે જીવન માટે જોખમી કોઈપણ રોગનો ચેપ ફેલાવવાની શક્યતા ધરાવે છે અને જે છ મહિના સુધીની મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજાપાત્ર હશે.  તપાસ એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસને ધ્યાનમાં રાખીને, હાલના અરજદાર સામે કોઈ પ્રથમ દૃષ્ટિએ કેસ બનતો નથી.