Mumbai

કાર ડિઝાઈનર દિલીપ છાબરિયા દ્વારા વડોદરાની ઈવી કંપની સાથે છેતરપિંડી

By GS Team
19 Jun 20261 min read
કાર ડિઝાઈનર દિલીપ છાબરિયા દ્વારા વડોદરાની ઈવી કંપની સાથે છેતરપિંડી

ઈવીની ડિઝાઈન માટે સ્થાપેલી સંયુક્ત કંપનીમાં ગેરવહીવટ

કંપનીમાં થયેલાં રોકાણ, મોડિફિકેશનની આવક, ઈવેન્ટના ખર્ચાઓનો કોઈ હિસાબ ન અપાયો

મુંબઈ - જાણીતા કાર ડિઝાઈનગર દિલીપ છાબરિયા સામે વડોદરાની ઈવી  કંપની સાથે ઈલેક્ટ્રિક વાહનોમાં ભાગીદારીના નામે કરોડોનું રોકાણ મેળવી ગેરવહિટ તથા ઉચાપત અને છેતરપિંડી સહિતની ફરિયાદ મુંબઈના અંધેરી એમઆઈડીસી પોલીસ મથકે નોંધાવાઈ છે.

વડોદરાની મર્ક્યુરી ઈવી  ટેક લિમિટેડના ડિરેક્ટર  જયેશ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ ૨૦૨૪માં કાર મોડિફિકેશન માટે તેઓ દિલીપ છાબરિયાને મળ્યા હતા. છાબરિયાએ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન તથા ડિઝાઈન માટે ભાગીદારીનો પ્રસ્તાવ  મૂક્યો હતો.

ડીસી ટુ મર્કક્યુરી કાર્સ પ્રાઈવેટ લિમિટેડમાં જયેશ ઠક્કરે આશરે અઢી કરોડનું રોકાણ કરી ૭૦ ટકા હિસ્સો મેળવ્યો હતો. છાબરિયાના કહેવાથી દિલ્હીના ઓટો એક્સપોમાં બે કરોડ રુપિયાનો ખર્ચો કરાયો હતો. પરંતુ છાબરિયાએ તેનો કોઈ હિસાબ આપ્યો ન હતો. આ ઉપરાંત નવીનીકરણ તથા ઓપરેશનલ સેટ અપ માટે થયેલાં ૧.૭૫ કરોડનાં રોકાણનો પણ છાબરિયાએ કોઈ હિસાબ આપ્યો ન હતો. અંધેરીની ભાડાની જગ્યા માટે નકલી લિવ  એન્ડ લાયસન્સ રજૂ થયાનો તથા  કાર મોડિફિકેશન માટે ગ્રાહકોએ આપેલાં ૫૩ લાખ રુપિયા પણ અન્યત્ર વાળી દેવાયાનો આરોપ છે.

એમઆઈડીસી પોલીસે આ અંગે છાબરિયા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.