પાલિકાનો કોન્ટ્રાકટર હોવાનો દાવો કરી વેપારી સાથે 5 કરોડની છેતરપિંડી

બીએમસી તરફથી ત્રણ વર્ષનો કોન્ટ્રાકટ મળ્યો હોવાનું ગપ્પુ ચલાવ્યું
બેંક ગેરંટી માટે પાંચ કરોડની ડિપોઝીટ જરૃરી હોવાનું કહી ભીંડી બજારના વેપારી સાથે ઠગાઈ આચરી
મુંબઈ - ભીંડી બજારના ૫૫ વર્ષીય વેપારી અને તેમના જમાઈ સાથે એક વ્યક્તિએ કથિત રીતે પાલિકાનો કોન્ટ્રાકટર હોવાનો દાવો કરી વેપારી સાથે પાંચ કરોડની છેતરપિંડી આચરી હતી.આરોપીએ વેપારીને જણાવ્યું હતું કે તેને ત્રણ વર્ષ માટે બીએમસી પાસેથી કોન્ટ્રેકટ મળ્યો છે અને તે માટે બેંક ગેરંટી માટે પાંચ કરોડ રૃપિયાની ડિપોઝીટ જરૃરી છે. આરોપીએ ત્રણ વર્ષ માટે પાંચ કરોડની રકમ પરસ સારું વ્યાજ ચૂકવવાની પણ તૈયારી દર્શાવી સહતી પણ વેપારીને વ્યાજને મુદ્દલ કાંઈ પાછું મળ્યું નહોતું અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવતા તેણે જેજે માર્ગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી કોન્ટ્રાકટર રોશન સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્.વાહી શરૃ કરી છે.
આ બાબતે પ્રાપ્ત વિગતાનુસાર ફરિયાદી વેપારી એક કંપની ચલાવે છે અને ખોદકામ માટે જેસીબી મશીનો પૂરાં પાડે છે અને આ ઉપરાંત અન્ય વેપાર પણ કરે છે. ફરિયાદી આરોપી રોશનને તેના જમાઈને લીધે ઓળખતા હતા કારણ કે તે બન્ને ડોંગરીમાં એકબીજાના પાડોશી હતા.
પોલીસે જણાવ્યુ હતું કે ૨૦૨૨માં રોશને ફરિયાદીને જણાવ્યું હતું કે તેને બીએમસી તરફરતી તેમની સાત હોસ્પિટલોની સફાઈનો ૩ વર્ષનો કોન્ટ્રકટ મળ્યો છે જો કે તેને બેંક ગેરંટી માટે પાંચ કરોડની પ્રારંભિક ડિપોઝીટની આવશ્યકતા છે. રોશને ફરિયાદીને આ રકમ ઉછીના આપવાનું કહ્યું અને ત્રણ વર્ષમાં મૂળ રકમ પરત કરવાની સાથે દર મહિને ૧૮ લાખ રૃપિયા કમિશન આપવાની તૈયારી દર્શાવી હતી. ફરિયાદીએ પોલીસને જણાવ્યું હતું કે તેને આ સોદામાંથી ૪.૩૨ કરોડ રૃપિયાનો નફો થવાનો હતો તેથી તેઓ આરોપીને પૈસા આપવા સંમત થયા હતા. ફરિયાદીએ આરોપીને એક કરોડ જ્યારે તેમના જમાઈને ચાર કરોડ એમ કુલ મળી પાંચ કરોડની રકમ આપી હતી. ત્યારબાદ બન્ને પક્ષે કરાર કરવામાં આવ્યા હતા કરાર મુજબ આરોપીએ તેનો એક ફલેટ તે લોન ન ચૂકવે ત્યાં સુદી વેંચવાનો, ભાડે આપવાનો ભેટ આપશે નહીં તેવા કરાર કર્યા હતા આરોપીએ ગેરંટી તરીકે તેના પત્નીના નામે મઝગાંવમાં આવેલ એક ફલેટના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. નવેમ્બર ૨૦૨૨માં સોદા બાદ આરોપીએ તેના પત્ની સાથેના સંબંધો બગડયા હોવાનો દાવો કરી ઘરની સમસ્યાથી ડિપ્રેશનમાં હોવાનું જણાવ્યું હતું. આરોપીએ થોડા સમય બાદ તેના બન્ને ફલેટના દસ્તાવેજો પાછા આપવાની ફરિયાદીને વિનંતી કરી હતી અને ે તે ફલેટ વેંચી તેનાં પાંચ કરોડ પાછા આપશે તેવું જણાવ્યું હતું.
ફરિયાદી ત્યારબાદ માંદા પડયા હતા અને તેમના જમાઈની એક કેસમાં ધરપકડ થઈ હતી તેથી બન્નેનો આરોપી સાથે સંપર્ક તૂટી ગયો હતો. માર્ચ ૨૦૨૫માં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે આરોપી પત્નીની અલગ થઈ ગયો છે અને બન્ને મિલકતો વેંચી દીધી છે પરંતુ ફરિયાદીને તેમના પૈસા પાછા આપવામાં આવ્યા નહોતા. પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા વેપારીએ અને તેમના જમાઈએ રોશન સામે જેજે માર્ગ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે આઈપીસીની કલમ ૪૧૮, ૪૧૯, ૪૨૦ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









