કરોડો રૃપિયાના છેતરપિંડીના કેસમાં આઠ વર્ષથી વોન્ટેડ બિલ્ડરની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

લોભામણી સ્કીમ દ્વારા રોકાણકારો સાથે કરોડોની ઠગાઈ
૨૦૧૮માં જામીન પર મુક્ત થયા પછી ફરાર થઈ ગયો, સાંતાક્રુઝની હોટેલમાંથી પકડાયો
મુંબઈ - મુંબઈ પોલીસની આથક ગુના શાખાએ છથી વધુ છેતરપિંડીના કેસોમાં વોન્ટેડ વ્હાઇટ કોલર ક્રાઇમ આરોપીની ધરપકડ કરી છે.તે ૨૦૧૮માં જામીન મળ્યા બાદ ફરાર હતો. આઠ વર્ષની શોધખોળ બાદ પોલીસે આખરે તેને પકડી લીધો હતો. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી અભિષેક વ્યાસ વ્યવસાયે બિલ્ડર ખાનગી કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો. ૨૦૧૫થી ૨૦૧૬ની વચ્ચે કંપનીએ લોભામણી સ્કીમ દ્વારા ઘણા રોકાણકારો સાથે કરોડો રૃપિયાની છેતરપિંડી કરી હોવાનો આરોપ છે. અનેક પીડિતોની ફરિયાદોને પગલે વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છ કેસ તપાસ માટે આથક ગુના શાખામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આથક ગુના શાખાએ ૨૦૧૫માં વ્યાસ અને તેના સહયોગીઓ સામે ચાર અને ૨૦૧૬માં બે છેતરપિંડીના કેસ નોંધ્યા હતા. તપાસ દરમિયાન તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ અભિષેક અને અન્ય આરોપીઓ સામે તમામ છ કેસોમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
ન્યાયિક કસ્ટડીમાં હતો ત્યારે વ્યાસે જામીન મેળવ્યા હતા.જોકે ૨૦૧૮માં મુક્ત થયા પછી તે ફરાર થઈ ગયો હતો અને ટ્રાયલ કાર્યવાહી દરમિયાન વારંવાર કોર્ટમાં હાજર થયો નહોતો. પરિણામે કોર્ટે તેની સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
પોલીસે ફરાર આરોપીને શોધવા માટે કાર્યવાહી શરૃ કરી હતી.પરંતુ તે ઘણા વર્ષોે સુધી ધરપકડથી બચવામાં સફળ રહ્યો હતો. દરમિયાન આથક ગુના શાખાને ચોક્કસ માહિતી મળી કે વ્યાસ સાંતાક્રુઝની હોટેલમાં રોકાયો છે.
આ ગુપ્ત માહિતીના આધારે પોલીસની ટીમે હોટલમાંથી વ્યાસની ધરપકડ કરી હતી. છેતરપિંડીના કેસોમાં ફરી ધરપકડ બાદ વ્યાસને કોર્ટમાં રજૂ કરતા તેને જ્યુડિશિયલ કસ્ટડી આપવામાં આવી હતી.




