મુંબ્રા પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ધારાસભ્યના અધિકારોમાં દખલનો આક્ષેપ
વિધાનસભામાં આવ્હાડનો પોલીસ સામે મોરચો
મુંબઈ - મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન એનસીપી (એસપી)ના ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડે મુંબ્રા પોલીસ સ્ટેશનના વરિ પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ શિંદે વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ રજૂ કરતાં રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૃ થઈ છે.
આવ્હાડે વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નારવેકરને સોંપેલી નોટિસમાં આરોપ લગાવ્યો છે કે પોલીસ અધિકારીનું વર્તન ધારાસભ્યના વિશેષાધિકારોમાં દખલ સમાન છે અને લોકશાહી વ્યવસ્થાને નુકસાન પહોંચાડે છે.
વિધાનસભામાં બોલતા આવ્હાડે જણાવ્યું કે ગયા અઠવાડિયે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં તેમણે રાજ્યમાં વધતા ડ્રગ્સના જાળાને લઈને સામાન્ય નીતિગત સૂચન કર્યું હતું.
તેમણે સરકારને સૂચવ્યું હતું કે જે પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ડ્રગ્સના કેસો સામે આવે ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવે અને તેમની સામે કારણ દર્શાવો નોટિસ આપવામાં આવે.
આવ્હાડે સ્પષ્ટ કર્યું કે તેમનું નિવેદન કોઈ એક પોલીસ અધિકારીને નિશાન બનાવીને કરવામાં આવ્યું નહોતું. તે માત્ર રાજ્યની કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા માટેનું સામાન્ય સૂચન હતું.
પરંતુ તેમના ભાષણ બાદ કેટલાક તત્ત્વોએ એવો પ્રચાર કર્યો કે તેમણે પોતાના જ મુંબ્રા-કલવા મતવિસ્તારની બદનામી કરી છે.
વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નારવેકરે જણાવ્યું કે તેઓ રજૂ થયેલી વિશેષાધિકાર ભંગની નોટિસની તપાસ કરશે. ત્યારબાદ તેને વિશેષાધિકાર સમિતિને મોકલવાનો નિર્ણય ચોમાસુ સત્ર પૂર્ણ થાય તે પહેલાં લેવામાં આવશે.









