બોલિવુડ ફિલ્મ નિર્માતાની દીકરી ડ્રગની હેરફેરમાં સામેલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રગ તસ્કર સલીમ ડોલાનો પોલીસ સમક્ષ દાવા
અગાઉ મેફેડ્રોન રાખવા માટે પકડાઈ હતી પણ છૂટી ગઈ, પિતાની ફિલ્મોમાં અંડરવર્લ્ડનું રોકાણ હતું
મુંબઈ - આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ તસ્કર મોહમ્મદ સલીમ ઇસ્માઇલ ડોલાએ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન દાવો કર્યો છે કે બોલિવુડના એક નિર્માતાની દીકરી ડ્રગ કાર્ટેલમાં સામેલ છે. તે મોટાપાયે હાઈ ગ્રેડ ડ્રગ્સ ની ખરીદી તથા સમગ્ર હેરાફેરીના નેટવર્કમાં સંડોવાયેલી છે.
ડોલાના દાવા અનુસાર આ ફિલ્મ નિર્માતાની દીકરીએ અનેક રાજ્યોમાં વિતરિત સિન્થેટિક ડ્રગ્સની હેરફેર, સંગ્રહ અને છુપાવવામાં ચાવી રુપ કામગીરી કરી હતી. તેમજ કાર્ટેલના સ્થાનિક કામગીરી સાથે જોડાયેલા લોજિસ્ટિક્સ, વેરહાઉસિંગ અને નાણાકીય વ્યવહારોનું સંચાલન કર્યું હતું.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર સંબધિત મહિલા અગાઉ મેફેડ્રોન રાખવાના કેસમાં ઝડપાઈ હતી. જોકે, ફરિયાદ પક્ષ દ્વારા કેટલીક કાનૂની પ્રક્રિયાઓમાં ખામી રહી જતાં તે નિર્દોષ છૂટી ગઈ હતી.
આ મહિલાના નિર્માતા પિતા એક ઉદ્યોગપતિ પણ હતા. તેને પણ ડી-કંપની સાથેના કથિત સંબંધો અને ફિલ્મોમાં અંડરવર્લ્ડ ફંડના કથિત રોકાણ અંગે વિવાદોનો સામનો કરવો પડયો હતો.
ડોલાની પૂછપરછથી વાકેફ અધિકારીએ કહ્યું હતું કે નિર્માતાએ તેની પુત્રીને માદક દ્રવ્યોની હેરાફેરી સાથે સંકળાયેલા લોકોથી દૂર રાખવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો.પરંતુ તે ધીમે ધીમે પરિવારથી દૂર થઈ ગઈ અને ચિકના સહિત ડ્રગના વેપાર સાથે સંકળાયેલા વ્યક્તિઓના સંપર્કમાં આવી હતી. દાઉદનો નિકટવર્તી મનાતો ચિકના હાલ આર્થર રોડ જેલમાં છે.









