Mumbai

નાલાસોપારમાં ભાજપના નેતાએ ફેરિયાને જાહેરમાં ફટકાર્યો

By GS Team
16 Jun 20262 mins read
નાલાસોપારમાં ભાજપના નેતાએ ફેરિયાને જાહેરમાં ફટકાર્યો

અશોક શેલ્કેએ માર માર્યાનો વીડિયો વાયરલ

જનપ્રતિનિધિએ મ્યુ.  દ્વારા કાર્યવાહી કરાવવાને બદલે જાતે કાયદો હાથમાં લીધો

મુંબઈ  -  વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના જૂથ નેતા અને સ્થાનિક જનપ્રતિનિધિ અશોક શેળકે એ રવિવારે રાતે  નાલાસોપારા ઈસ્ટમાં એક ફેરિયાને માર માર્યો  હતો.  આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે,

ાપ્ત માહિતી અનુસાર, નાલાસોપારા-ઈસ્ટમાં ફાયર બ્રિગેડ ઓફિસ પાછળખાઉ ગલ્લી માં મોટી સંખ્યામાં અનધિકૃત ફેરિયાઓ ધંધો  કરતા હોવાથી ટ્રાફિક જામ તથા ગંદકીની સમસ્યાઓ  સર્જાઈ હોવાની ફરિયાદો ઉઠી હતી.

 આ સંદર્ભમાં  ભાજપના જૂથ નેતા અશોક શેલકે રવિવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ સંબંધિત સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે ફેરિયાઓને અનધિકૃત ધંધા અંગે પૂછપરછ કરી હતી.  આ સમયે એક ફેરિયા સાથે તેમની દલીલ થઈ હોવાનું કહેવાય છે. એવો આરોપ છે કે દલીલ વધુ વધ્યા બાદ ગુસ્સે થયેલા અશોક શેળકેએ ફેરિયાને માર માર્યો હતો.

દરમિયાન, હાજર કેટલાક નાગરિકોએ આ ઘટનાનું શૂટિંગ કર્યું હતું અને તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સામે આવ્યા બાદ, રાજકીય વર્તુળો તેમ જ સ્થાનિક સ્તરે વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે કેટલાક નાગરિકોએ અનધિકૃત ફેરિયાઓ સામેની કાર્યવાહીને સમર્થન આપ્યું છે, પરંતુ ટીકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે જનપ્રતિનિધિ દ્વારા કાયદો પોતાના હાથમાં લેવો એ જરાય યોગ્ય  નથી.

આ બાબતે અશોક શેળકેનો સત્તાવાર પ્રત્યાઘાત તત્કાળ જાણવા મળ્યો ન હતો.