Mumbai

ગોંદિયામાં ભાજપના કાઉન્સિલર, સહાયકને 5 વર્ષની જેલની સજા

By GS Team
27 Jun 20261 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રના ગોંદિયામાં 2016માં પૂર્વ ધારાસભ્ય ગોપાલદાસ અગ્રવાલ પર હુમલો કરવા બદલ ભાજપના કાઉન્સિલર શિવ શર્મા અને સહાયક રાહુલ શ્રીવાસને પાંચ વર્ષની જેલ અને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ હુમલો થયો હતો. કોર્ટે અન્ય ચાર આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગોંદિયામાં ભાજપના કાઉન્સિલર, સહાયકને 5 વર્ષની જેલની સજા

ભૂતપૂર્વ ધારાસભ્ય પર  હુમલો કર્યો હતો

શિવ શર્મા તથા તેના સહાયકને ૫૦ હજારનો દંડ પણ ફટકાર્યો

મુંબઈ -  મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લાની એક કોર્ટે ૨૦૧૬ માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભૂતપૂર્વ ધારાસભ્ય સાથે દુર્વ્યવહાર કરવા બદલ ભાજપના કાઉન્સિલર અને તેમના સહાયકને પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે.

જિલ્લા અને અતિરિક્ત સત્ર ન્યાયાધીશ એ.એસ. પ્રતિનિધિએ ગુરુવારે ગોંદિયા મ્યુનિસિપલ કાઉન્સિલના કાઉન્સિલર શિવ શર્મા અને તેમના સહાયક રાહુલ શ્રીવાસને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ ૩૨૫ (સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવા) હેઠળ દોષિત ઠેરવ્યા હતા.

કોર્ટે બંનેને પાંચ વર્ષની કેદની સજા અને ૫૦,૦૦૦ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ કેસમાં અન્ય ચાર લોકોને પણ પૂરતા પુરાવાના અભાવે નિર્દોેષ જાહેર કર્યા હતા.

વિગતો મુજબ, ૯ એપ્રિલ, ૨૦૧૬ ના રોજ, કોંગ્રેસના તત્કાલીન ધારાસભ્ય ગોપાલદાસ અગ્રવાલ એક સ્થાનિક હોટલમાં પત્રકારોને માહિતી આપી રહ્યા હતા, ત્યારે ગોંદિયા મ્યુનિસિપલ કાઉન્સિલના ભૂતપૂર્વ ઉપપ્રમુખ શર્મા અને શ્રીવાસ સ્થળ પર ઘૂસી ગયા અને તેમને થપ્પડ મારી દીધી હતી.   શ્રીવાસે અગ્રવાલ અને ઝઘડા દરમિયાન તેમના પિતાને બચાવવાનો પ્રયાસ કરનારા તેમના પુત્ર સાથે પણ મારપીટ કરી હતી.

ફરિયાદના આધારે, શર્મા, શ્રીવાસ અને અન્ય ચાર લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમણે કથિત રીતે બંનેને ભાગી જવામાં મદદ કરી હતી.