Mumbai

પુણે એરપોર્ટ પાસે કચરાથી આકર્ષાતા પક્ષીઓથી સલામતીનું મોટું જોખમ

By GS Team
9 Aug 20261 min read
TukuTouch Logo
પુણેના લોહેગાંવ એરફોર્સ સ્ટેશન પર કચરાના નિકાલથી કાળી સમડીઓ આકર્ષાઈ રહી છે, જે હવાઈ સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. આ એરબેઝ દરરોજ 240 સિવિલ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. ભારતીય વાયુસેના પક્ષીઓના ટકરાવાનું જોખમ ઘટાડવા પાલિકાના અધિકારીઓ સાથે મળીને આ સમસ્યા હલ કરવા પ્રયાસ કરી રહી છે. એરફિલ્ડ પર 8 પક્ષી નિવારક મોડ્યુલ અને 16 ઉચ્ચ જોખમી સ્થળોએ દૈનિક પેટ્રોલિંગ કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુણે એરપોર્ટ પાસે કચરાથી આકર્ષાતા પક્ષીઓથી સલામતીનું  મોટું જોખમ

દરરોજ ૨૪૦ સિવિલ  વાર્ષિક ૭૨,૦૦૦ ફ્લાઇટ્સનું સંચાલન

 પાલિકાના અધિકારીઓ સાથે મળીને હવાઈ દળ સમસ્યા ઉકેલવાના પ્રયાસમાં

પુણે -  પુણેના લોહેગાંવ એરફોર્સ સ્ટેશનના અધિકારીઓ માટે આસપાસના વિસ્તારમાં ખુલ્લા કચરાના નિકાલથી આકર્ષાતી કાળી સમડીઓ સલામતીની ચિંતાનો વિષય બની રહી છે, એમ શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું કે, એરબેઝ, જે લશ્કરી અને નાગરિક બંને પ્રકારના વિમાનોનું સંચાલન કરે છે, તે પક્ષીઓના ટક્કરના જોખમને ઘટાડવા માટે પગલાં લઈ રહ્યું છે.

 પુણે એરબેઝ પર પક્ષીઓ સંબંધિત જોખમો એક મહત્વપૂર્ણ ઉડ્ડયન સુરક્ષા ચિંતા છે,એમ એકઆઈએએફ અધિકારીએ જણાવ્યું હતું.

 હવાઈ દળ પાલિકાના અધિકારીઓ સાથે મળીને પક્ષીઓની પ્રવૃત્તિમાં ફાળો આપતા પર્યાવરણીય પરિબળોનો ઉકેલ લાવવા માટે કામ કરી રહ્યું છે, જ્યારે એરફિલ્ડની અંદર નિવારક પગલાંને મજબૂત બનાવી રહ્યું છે,એમ તેમણે ઉમેર્યું હતું.

આ એરપોર્ટ દરરોજ લગભગ ૨૪૦ સિવિલ ફ્લાઇટ્સ અને વાષક ૭૨,૦૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

આઈએએફ એરફિલ્ડ પર આઠ પક્ષી નિવારક મોડયુલ સ્થાપિત કરી રહ્યું છે અને ૧૬ ઉચ્ચ જોખમી સ્થળોએ દૈનિક પેટ્રોલિંગ કરી રહ્યું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પગલાંનો હેતુ ટેકનોલોજીને દેખરેખ સાથે જોડવાનો છે જેથી મહત્વપૂર્ણ વિસ્તારોમાં પક્ષીઓની હિલચાલ શોધી શકાય અને તેમને દૂર કરી શકાય.

તેમણે જણાવ્યું હતું કે, એરફિલ્ડની બહાર પક્ષીઓના આકર્ષણના સ્રોતોને સંબોધવા માટે વાયુસેના સ્થાનિક અધિકારીઓ સાથે પણ સંપર્ક કરી રહી છે, જે લાંબા ગાળાના ઉકેલનો મુખ્ય ભાગ છે.