બેસ્ટને 2 દિવસમાં 5 કરોડનું નુકસાન,મધ્યમવર્ગના ખિસ્સા પર બોજો

બેસ્ટની
હડતાળના બીજો દિવસે પણ સરકાર ઉકેલ લાવવા
નિષ્ફળ
મેસ્મા
એક્ટ અંતર્ગત નોટિસ આપવાની ચીમકી, રિક્ષા-ટેક્સી સહિતના
ખાનગી વાહનોને બખ્ખાં
મુંબઈ
- મુંબઈગરાની બીજી લાઇફ લાઇન ગણાતી બેસ્ટ ઉપક્રમની બસ સેવા કર્મચારીઓની વિવિધ
માગણીનો ઉકેલ આવ્યો નથી. આથી બીજા દિવસે અનિશ્ચિત હડતાળ ચાલુ છે. બેસ્ટને બે
દિવસમાં પાંચ કરોડ રૃપિયાથી વધુ નિકસાની થઈ છે. જ્યારે મધ્યમ વર્ગ બસ સેવાનો સૌથી
વધુ ઉપયોગ કરતી હોવાથી તેઓના ખિસ્સા પર ચાર ગણે ભાર પડયો છે. એટલું જ નહીં મહાયુતિ
રાજ્યમાં અને મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા હોવા છતાં બેસ્ટની હડતાળનો ઉકેલ લાવી
શકી ન હોવાથી નાગરિકોમાં રોષ ભરાયો છે. બેસ્ટ સેવા બંધ રહેતા લાખો પ્રવાસીઓને
હાલાકી ભોગવી પડી હતી. આર્થિક રાજધાનીના લાખો લોકોના રોજિંદા વ્યવહાર ખોરવાઈ ગયા
હતા.
બેસ્ટ
સંયુક્ત કૃતિ સમિતિના નેતાઓએ જણાવ્યું હતું કે બીએમસી, બેસ્ટ તથા પરિવહન
મંત્રી તરફથી કોઈ નક્કર નિર્ણય ન આવતા ના છૂટકે અમે અમારું આંદોલન કાયમ રાખવાનો
નિર્ણય લીધો છે.
મહારાષ્ટ્ર
પરિવહન મંત્રીએ મહારાષ્ટ્ર અશેન્સિયલી
સર્વિસ મેઇન્ટેનન્સ એક્ટ (મેસ્મા) લાગુ કરવાનો આદેશ કોઈ ઉપયોગી થયો નહીં, કોઈ કાર્યવાહી થઈ શકી
નહીં, એટલે કે મેસ્મા એક્ટ બુઠો સાબિત થયો છે, પરંતુ મોડી સાંજે વહીવટીતંત્ર એલર્ટ થતાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓને
નોટિસ આપવાનું જાહેર કર્યું હતું.
બેસ્ટની
કુલ ૨૭૬૬ બસમાંથી આજે માત્ર ચાર બસ સવારે રસ્તા પર આવી હતી. જોકે કર્મચારીઓ દ્વારા
ચક્કાજામ કરાવતાં બસોને પાછી વાળી લેવામાં આવી હતી.
બેસ્ટ
ઉપક્રમમાં પરિવહન અને વીજપુરવઠા વિભાગ મળીને કુલ ૪૮ હજાર કર્મચારીઓ છે. દરરોજ
બસમાં ૩૦ લાખથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે. આથી દરરોજ બેસ્ટને અઢી કરોડ રૃપિયાની
આવક થાય છે. બે દિવસથી હડતાળ હોવાથી બેસ્ટ ઉપક્રમને લગભગ રૃ. પાંચ કરોડથી વધુની
આર્થિક નુકસાની થઈ છે, તેમ જ ૩૦થી વધુ બસોમાં પથ્થરમારો થતાં થયેલા નુકસાન અલગ છે.
આ
સિવાય બેસ્ટ ઉપક્રમની બસ સેવા મધ્યમ વર્ગ માટે ઉપયોગી છે. રૃ. ૧૦થી રૃ. ૧૨માં
પ્રવાસ કરતાં મુસાફરોને બે દિવસથી ટેક્સી-રિક્ષાવાળા મનફાવે તેમ ભાડા વસુલ કરીને
ખુલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યા છે. રિક્ષાવાળા મનફાવે તેટલું ભાડું લેતા મુંબઈગરાના
ખિસ્સા પર બોજો વધી ગયો છે. એટલું જ નહીં તેઓને પોતાની ઓફિસ, રેલવે સ્ટેશન સુધી
પહોંચવા ભારે હાલાકી વેઠવી પડી હતી. જ્યારે ઉબેર, ઓલા પણ
ઊંચું ભાડું વસુલ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
બેસ્ટ
ઉપક્રમમાં ૧૨ કર્મચારી સંગઠનોની નેતાઓનું કહેવું છે કે પરિવહન મંત્રી સાથે બેસ્ટની
બસનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. અમે તેમની પાસે લેખિતમાં આશ્વાસન માગ્યું હતું, પરંતુ આપ્યું નહીં.
અમારી માગણીઓમાં બેસ્ટના બજેટને બીએમસીના બજેટમાં વિલિનીકરણ કરવું (મર્જ) અને વર્ષ
૨૦૧૬-૨૦૨૬ના સમયગાળા માટે સાતમા પગાર પંચની ભલામણો લાગું કરવાનો સમાવેશ થાય છે. આ
સિવાયનિવૃત્ત કર્મચારીઓના કાયદેસર લેણાની પતાવટ, પરિવહન અને
વીજળી વિભાગમાં કરાર પ્રણાલી નાબૂદ કરવા અને વેટ-લીઝ બસના કામદારોને બેસ્ટમાં
સમાવિષ્ટ કરવાનો છે.
વીકેન્ડને
લીધે આંશિક અસર
આજે
શનિવાર હોવાથી સરકારી, અર્ધસરકારી તેમ જ અનેક કોર્પોરેટ સેક્ટરોમાં રજા હોવાથી આંશિક અસર પહોંચી
હતી. પરંતુ શાળા-કોલેજ, માર્કેટ સહિત અન્ય ઓફિસમાં કામ
કરનારાઓ બસ સેવા બંધ હોવાથી ભારે હાલાકી ભોગવી પડી હતી. જોકે બસની હડતાળ આજે બીજા
દિવસે યથાવત્ હોવાથી બસ સ્ટોપ, કે ડેપો પાસે ખાસ લોકોની કતાર
દેખાતી નહોતી, પણ કેટલાક પગપાળે જતાં દેખાતા હતા. તો કેટલાક
રિક્ષા, ટેક્સી અને ઓલા ઉબેરનો સહાયતા લીધી હતી. પરંતુ તેઓએ
મનફાવે તેમ ભાડા વસુલ કર્યા હતા.




