Mumbai

વિસર્જિત કરાયેલી પ્રતિમાઓના પીઓપીમાંથી બેન્ચો, કુંડાં બનશે

By GS Team
4 Jun 20261 min read
વિસર્જિત કરાયેલી પ્રતિમાઓના પીઓપીમાંથી બેન્ચો, કુંડાં બનશે

૨૭૦૦ ટન પીઓપી રિસાયકલ કરાશે

બીએમસીને મોટાપાયે ઉત્પાદન માટે  પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અંતિમ મંજૂરીની રાહ

મુંબઈગણેશોત્સવ અને નવરાત્રિમાં પીઓપીની વિસર્જિત કરવામાં આવેલી મૂર્તિઓમાંથી ઈંટો, છોડ રોપવાના કુંડા અને બગીચામાં ગોઠવવા માટેની બેન્ચો બનાવવાનો પ્રયોગ સફળ થયો છે.

હવે મુંબઈ મહાનગર પાલિકાને મહારાષ્ટ્ર પ્રદૂષણ મંડળતરફથી પરવાનગી મળ્યા બાદ પાલિકા ૨૭૦૦ ટન પી.ઓ.પી. (પ્લાસ્ટર ઓફ પેરીસ)ને રિસાઈક્લ કરી મોટા પાયે જુદી જુદી વસ્તુઓ તૈયાર કરવાની કામગીરી હાથ ધરશે.

વડી અદાલતે જુલાઈ ૨૦૨૫માં આપેલા આદેશને પગલે મુંબઈ મહાપાલિકાએ નવેમ્બર ૨૦૨૫માં વિસર્જિત મૂર્તિઓમાંથી નીકળેલા ૧૦ ટન પ્લાસ્ટર ઓફ પેરીસના જથ્થાને એક સેવાભાવી સંસ્થાને પર્યાવરણપૂરક ચીજો બનાવવા માટે આપ્યો હતો.

પીઓપીમાંથી તૈયાર કરવામાં આવેલી પાંચ બેન્ચ મરીન લાઈન્સના વોલ્ટર ડિ'સોઝા ગાર્ડનમાં અને ૭ બેન્ચ ચેમ્બૂરના આચાર્ય ઉદ્યાનમાં ગોઠવવામાં આવી છે. પાલિકાના આ પ્રોજેક્ટ પાછળ ૨૦ લાખનો ખર્ચ થયો છે.