નાગપુરમાં ખેતર ફરતે ઇલેક્ટ્રિક ફેન્સના સંપર્કમાં આવતા રીંછનું મોત

ગેરકાયદે
વાડ બાંધી હતી : રીંછનું શબ દાટી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ : 3 સામે
કેસ
મુંબઈ
- નાગપુર જિલ્લાના રામટેક તાલુકાના ગામડે
એક રીંછનું કરન્ટ લાગવાથી મોત થયા બાદ ત્રણ ગ્રામજનો વિરૃદ્ધ પોલીસે કેસ નોંધ્યો
છે. એક ખેડૂતે પશુ-પ્રાણીને દૂર રાખવા પોતાના ખેતરની ફરતે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એવી વાડ ગેરકાયદે ઉભી કરી હતી.
ઉમરી
ગામે ગઇ ૧૫મીએ એક રીંછ ઇલેક્ટ્રિફાઇડ વાયર ફેન્સના સંપર્કમાં આવતા તેનું મૃત્યું થયું હતું. આ
ઘટનાને પગલે તપાસ કરવામાં આવતા ખબર પડી હતી કે મુખ્ય આરોપી જયદેવ રાયસિંગ સલામેએ
તેનાં મકાઇ અને ડાંગરના ખેતરના રક્ષણ માટે જીવંત વિદ્યુત વાયરવાળી વાડ ઉભી કરી
હતી.
આ
ઘટનાની તપાસમાં ચોંકાવનારી બાબત બહાર આવી હતી કે રીંછના મોત બાદ તેના શબને ખેતરમાં
જ દાટી દઇને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ રીતે પુરાવાનો નાશ
કરવામાં અવિનાશ કાકોડે અને હમેશલાલ ઉઇકેએ
મુખ્ય આરોપીને મદદ કરી હોવાથી આ બંને વિરૃદ્ધ પણ કેસ કરવામાં આવ્યો હતો.
ફોરેસ્ટ
ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી હતી, અને રીંછનું મોત
ઇલેક્ટ્રિક કરન્ટ લાગવાથી થયું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પોલીસે
૧૯૭૨ના વાઇલ્ડ લાઇફ પ્રોટેકશન એક્ટ, ભારતીય ન્યાય સંહિતા અને
ઇન્ડિયન ઇલેક્ટ્રસિટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ કેસ નોંધ્યો હતો.




