Mumbai

બારામતીની શ્રાવણી કુદળે નીટ-યુજીમાં દેશભરમાં પાંચમા ક્રમાંકે

By GS Team
18 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં NEET-UG પુનઃપરીક્ષાના પરિણામો જાહેર થયા. પુણેની શ્રાવણી કુદળેએ 720 માંથી 710 માર્ક્સ મેળવી, ઓલ ઈન્ડિયામાં 5મો ક્રમાંક મેળવ્યો છે. સરકારી શાળામાં ભણી, 9મા ધોરણથી તૈયારી કરતી શ્રાવણીએ પેપર લીક પછીની પુનઃપરીક્ષાને નવી તક માની. તેણે આખું વર્ષ મોબાઈલનો ઉપયોગ કર્યો ન હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

બારામતીની શ્રાવણી કુદળે નીટ-યુજીમાં દેશભરમાં પાંચમા ક્રમાંકે

જિલ્લા પરિષદની સરકારી શાળામાં ભણી, ધો. ૯થી તૈયારી કરી હતી

પેપર લીક બાદની પુનઃપરીક્ષાને એક નવી તક તરીકે વધાવી, આખું વર્ષ મોબાઈલ હાથમાં લીધો ન હતો

મુંબઇ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) દ્વારા ૧૬ જુલાઈના રોજ નીટ-યુજી (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ) પુનઃપરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ વર્ષે કુલ ૧૧.૨૧ લાખ ઉમેદવારો પ્રવેશ પરીક્ષામાં પાસ થયા હતા. ૯ મેના રોજ યોજાયેલી આ મહત્વપૂર્ણ પરીક્ષા એનટીએ દ્વારા ૧૨

મેના રોજ પેપર લીકના આરોપો વચ્ચે રદ કરવામાં આવી હતી. ૨૧ જૂનના રોજ પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી. જેમાં પુણે જિલ્લાના બારામતી તાલુકાની એક છોકરી શ્રાવણી કુદળેએ ૨૦૨૬ ની રી-નીટ-યુજી મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ૭૨૦ માંથી ૭૧૦ માર્ક મેળવીને ઓલ ઈન્ડિયામાં ૫ાંચમો ક્રમાંક મેળવ્યો છે. તેણે મહારાષ્ટ્ર અને ઓબીસી કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

પહેલાં  જ પ્રયાસમાં આ સફળતા મેળવનારી શ્રાવણી કુદળેએ જણાવ્યું હતું કે, 'હું ખૂબ જ ખુશ છું. સ્વપ્ન સાકાર થવા જેવું લાગે છે. મેં મારા શાળાના દિવસોમાં જ નીટ આપવાનું વિચાર્યું હતું. મારો અભ્યાસ જિલ્લા પરિષદની શાળામાં થયો હતો. જ્યારે હું ૯મા ધોરણમાં હતી, ત્યારે મેં પરીક્ષાની તૈયારી શરૃ કરી દીધી હતી અને જ્યારે નીટ નજીક આવી ત્યાં સુધીમાં તો મારો પાયો પાક્કો થઈ ગયો હતો. સતત પ્રયત્નો અને શિક્ષકોના માર્ગદર્શનથી આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ મળી. આખું વર્ષ મેં મોબાઈલ વાપર્યો નહોતો.'

તેના પિતા, જે વ્યવસાયે શિક્ષક છે, તેમણે કહ્યું કે, પરિવારને સારા પરિણામની અપેક્ષા હતી જ, પરંતુ ક્યારેય કલ્પના નહોતી કરી કે તે રાષ્ટ્રીય સ્તરે આટલો ઉચ્ચ ક્રમ મેળવશે. તેની મહેનત, સમર્પણ અને તેના શિક્ષકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શને રંગ રાખ્યો છે. માતાપિતા તરીકે, અમને અમારી પુત્રી પર ખૂબ ગર્વ છે. તેની માતાએ પણ સિદ્ધિને તેની મહેનતનું પરિણામ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, દેશના ટોચના ક્રમાંકિત સ્પર્ધકોમાં સ્થાન મેળવવું સહેલું નથી, પરંતુ તેની મહેનત અને સમર્પણને કારણે, શ્રાવણી આ સફળતા પ્રાપ્ત કરી શકી. અમને તેના પર ખૂબ ગર્વ છે.

શ્રાવણીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે મેડિસિનમાં કારકિર્દી બનાવવા અંગે સ્પષ્ટ હતી અને સમર્પણ સાથે તે દિશામાં તેણે મહેનત કરી. નીટ-યુજી એ ભારતભરમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા છે. તે દેશની સૌથી મોટી અંડરગ્રેજ્યુએટ પ્રવેશ પરીક્ષા છે, જેમાં સામાન્યપણે લગભગ  પચ્ચીસ  લાખ ઉમેદવારો આ મહત્વપૂર્ણ પરીક્ષામાં હાજર રહે છે.

નીટ પેપર લીકની તેના પર કોઈ અસર પડી કે કેમ તે અંગે પૂછવામાં આવતા, તેણે કહ્યું, 'પહેલું નીટ પેપર જે રદ થયું હતું તે પણ મારા માટે એક સારો પ્રયાસ હતો. મેં રી-નીટને વધુ સારા સ્કોર કરવાની બીજી તક તરીકે વધાવી લીધી. પહેલાના પેપરની તુલનામાં, બીજું નીટ પેપર અઘરું હતું.