Mumbai

શાળાઓ આસપાસ સ્ટિંગ એનર્જી ડ્રિંક વેચવા પર પ્રતિબંધ

By GS Team
4 Jul 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં શાળાઓ નજીક બાળકો માટે હાનિકારક 'સ્ટિંગ' એનર્જી ડ્રિંકના વેચાણ પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. વિધાનસભામાં મુદ્દો ઉઠાવવામાં આવતા, મંત્રી નરહરિ ઝિરવાલે શાળાથી 500 મીટરની ત્રિજ્યામાં તેના વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી. આ પીણામાં 34% ખાંડ અને કેફીન હોવાથી બાળકોને તેની આદત પડી શકે છે, જે સ્વાસ્થ્ય માટે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાળાઓ આસપાસ સ્ટિંગ એનર્જી ડ્રિંક વેચવા પર પ્રતિબંધ

બાળકો માટે હાનિકારક હોવા છતાં વેચાણ

એનર્જી ડ્રિંકમાં ૩૪ ટકા સાકર, બાળકો એડિક્ટ બની જાય તેવી શક્યતા

મુંબઈ-  શાળાઓની આસપાસ 'સ્ટિંગ' એનર્જી ડ્રિંક અને અન્ય નશીલા પદાર્થો ના વેચાણ   પર  પ્રતિબંધ મૂકાયો છે.

વિધાનસભામાં મુદ્દો ઉઠાવાયો હતો કે  સ્ટિંગ સસ્તા ભાવે સરળતાથી ઉપલબ્ધ હોવાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે. કંપની દ્વારા ઉત્પાદનના લેબલ પર જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પીણું નાના બાળકો માટે યોગ્ય નથી, છતાં શાળાઓની બહાર અને આસપાસ તેનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.

આ  પ્રશ્નના જવાબમાં,  ફૂડ એન્ડ ડ્રગ્સ  વહીવટ મંત્રી નરહરિ ઝિરવાલે શાળાથી ૫૦૦ મીટરની ત્રિજ્યામાં આ પીણાંના વેચાણ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી.

આરોગ્ય નિષ્ણાતોના મતે,સ્ટિંગમાં પ્રતિ કેનમાં અંદાજે ૩૨ મિલિગ્રામ કેફીન, ટૌરિન અને આશરે ૩૪ ટકા ખાંડ હોય છે. વધુ પ્રમાણમાં કેફીન હૃદયના ધબકારા વધારી શકે છે, જ્યારે ટૌરિન શરીરમાં કૃત્રિમ ઊર્જાનો અનુભવ કરાવે છે. થોડા સમય બાદ શરીરમાં થાક અનુભવાતાં બાળકો ફરીથી આ પીણું પીવા પ્રેરાય છે, જેનાથી તેની આદત પડવાનો પણ ભય રહે છે.