Mumbai

શાળાઓ આસપાસ સુગર, સોલ્ટ, ફેટ ધરાવતાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ

By GS Team
30 Jul 20261 min read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં FDA એ રાજ્યની 1.08 લાખ શાળાઓના 50 મીટર વિસ્તારમાં જંક ફૂડના વેચાણ, જાહેરાત અને મફત વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. આશરે 2 કરોડ વિદ્યાર્થીઓને જંક ફૂડથી બચાવવા આ નિર્ણય લેવાયો છે. શાળાની કેન્ટીન, મધ્યાહ્ન ભોજન અને હોસ્ટેલ મેસ માટે ફૂડ સેફ્ટી લાઇસન્સ ફરજિયાત બનાવાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શાળાઓ આસપાસ સુગર, સોલ્ટ, ફેટ ધરાવતાં જંકફૂડના વેચાણ પર પ્રતિબંધ

તમામ શાળાઓને  કડકાઈથી અમલ માટે એફડીએનો આદેશ

શાળાની કેન્ટીન, મધ્યાહ્ન ભોજન યોજના  કિચન, હોસ્ટેલની મેસ માટે પણ  ફૂડ સેફ્ટી લાઈસન્સ મેળવવું  ફરજિયાત

મુંબઈ -    મહારાષ્ટ્રમાં  એફડીએ દ્વારા રાજ્યની તમામ શાળાઓની હદથી ૫૦ મીટરના વિસ્તારમાં વધુ ચરબી, ખાંડ અને મીઠું (એચએફએસએસ) ધરાવતા જંક ફૂડ તથા પેકેજ્ડ ખાદ્યપદાર્થોના વેચાણ, જાહેરાત અને મફત વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

 રાજ્ય સરકારે ૨૭ જુલાઈએ આદેશ બહાર પાડયા બાદ હવે સરકારી, અનુદાનિત અને ખાનગી સહિત તમામ શિક્ષણ બોર્ડની આશરે ૧.૦૮ લાખ શાળાઓમાં આ નિયમ લાગુ પડશે.આશરે બે કરોડ વિદ્યાર્થીઓને જંક ફૂડથી બચાવવા આ નિર્ણય લેવાયો છે.

               એફડીએ કમિશનર તુકારામ   મુંઢેએ જણાવ્યું કે શાળાની કેન્ટીન, મધ્યાહ્ન ભોજન રસોડાં, હોસ્ટેલ રસોડાં અને શાળાઓને ખાદ્યપદાર્થો પૂરા પાડતી દરેક સંસ્થાએ ફૂડ સેફ્ટી કાયદા હેઠળ ફરજિયાત નોંધણી અને માન્ય લાયસન્સ મેળવવું પડશે. નોંધણી અને લાયસન્સ વિના કોઈપણ સંસ્થા શાળા, હોસ્ટેલ અથવા મધ્યાહ્ન ભોજન યોજના માટે ખોરાક તૈયાર કરી શકશે નહીં કે સપ્લાય પણ કરી શકશે નહીં.

            આ નિયમ ૨૨ મહિનાના નાના બાળકોથી લઈને ધોરણ-૧૨ સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. તેના અમલમાં શાળાના પ્રાચાર્ય, મુખ્યાધ્યાપકો અને સ્થાનિક વહીવટી તંત્રની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.