Mumbai

રાજેશ ખન્નાના ભૂતપૂર્વ બંગલાને 'ભૂતિયો' કહેવા પર પ્રતિબંધ

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
બોમ્બે હાઈકોર્ટે મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ્સને રાજેશ ખન્નાના બાંદ્રા સ્થિત 'આશીર્વાદ' બંગલાને 'ભૂતિયા' કે 'અશુભ' ગણાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉદ્યોગપતિ શશી શેટ્ટીએ અરજી કરી હતી, કારણ કે ઇન્ટરનેટ પર આ બંગલાને ભૂતિયા દર્શાવતા લેખો અને વીડિયો હતા. હાઈકોર્ટે જણાવ્યું કે આવા વર્ણનો બદનક્ષીભર્યા છે અને શાંતિપૂર્ણ જીવનના અધિકારનું ઉલ્લંઘન કરે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજેશ ખન્નાના ભૂતપૂર્વ બંગલાને 'ભૂતિયો' કહેવા પર પ્રતિબંધ

મિલકત ખરીદનારે ભૂતિયા ઈમારતોની યાદીમાં નામ જોતાં અરજી કરી

બંગલાને ભૂતિયો  તરીકે ઓળખાવવું અરજદારના શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ રીતે જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન ઃ હાઈકોર્ટ

મુંબઈ - બોમ્બે હાઈકોર્ટે મીડિયા સંસ્થાઓ અને ઓનલાઈન પ્લેટફોર્મને સ્વર્ગસ્થ બોલિવૂડ સુપરસ્ટાર રાજેશ ખન્નાની માલિકીના બાંદ્રા સ્થિત 'આશીર્વાદ' બંગલાને 'શાપિત', 'ભૂતિયા' અથવા 'અશુભ'કહેવા સામે પ્રતિબંધ ફરમાવતો આદેશ આપ્યો છે.

ન્યાયાધીશ આરિફ એસ ડોક્ટરે ૨૪ જુલાઈના રોજ પસાર કરેલા વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે આવા વર્ણનો પ્રથમ દૃષ્ટિએ બદનક્ષીભર્યા છે, અને વાદીના શાંતિપૂર્ણ અને ગૌરવપૂર્ણ રીતે જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે.

કેટલાક વર્ષો પહેલા આ પ્રતિષ્ઠિત બંગલો ખરીદનાર ઉદ્યોગપતિ શશી શેટ્ટીએ ઇન્ટરનેટ પર અસંખ્ય લેખો, પોસ્ટ્સ અને વિડીયો જોયા બાદ કોર્ટમાં અરજી કરી હતી જેમાં આ મિલકતને  ભૂતિયા, શાપિત  અને અશુભ તરીકે લેબલ કરવામાં આવી હતી.

શેટ્ટીના વકીલેે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે મૂળ બંગલાને તોડીને નવું ઘર બનાવ્યું હતું, પરંતુ નામ બદલ્યું નથી. વકીલે જણાવ્યું હતું કે નવા ઘરને 'આશીર્વાદ'પણ કહેવામાં આવે છે.

અરજદારે ધ્યાન દોર્યું ક  તાજેતરમાં  એક વેબસાઈટે ભારતમાં ૧૯ વાસ્તવિક ભૂતિયા ઘરો પર એક લેખ પ્રકાશિત કર્યો હતો, જેમાં આશીર્વાદ બંગલો પણ સૂચિબદ્ધ હતો.

જજે ઠરાવ્યું કે માલિક વચગાળાની રાહત માંગવામાં  સંપૂર્ણપણે વાજબી હતો. પ્રથમ દ્રષ્ટિએ, આ સામગ્રી સ્પષ્ટપણે વાદીની બદનક્ષી કરે છે જેથી સૂચવી શકાય કે તે ભૂતિયા અને કહેવાતા શાપિત બંગલામાં રહે છે,એમઆદેશમાં નોંધવામાં આવ્યું છે.વધુમાં, તે શેટ્ટીના  શાંતિથી અને ગૌરવથી જીવવાના અધિકાર પર પણ સ્પષ્ટપણે અસર કરશે, એમ હાઇકોર્ટે જણાવ્યું હતું. ન્યાયાધીશે એ પણ નોંધ્યું કે કોઈપણ પ્રતિવાદીઓ તેમના પ્રકાશનોને ન્યાયી ઠેરવવા અથવા બચાવ કરવા માટે કોર્ટ સમક્ષ હાજર થયા નથી.

 તેથી, મારા પ્રથમ દૃષ્ટિકોણથી, સ્પષ્ટપણે આવા પ્રકાશનો સંપૂર્ણપણે ગેરવાજબી હશે અને સનસનાટીભર્યા વાતાવરણ પેદા કરવાના સ્વભાવમાં હશે, જે વાદીના ભોગે અને તેની કોઈ ભૂલ વિના હશે,એમકોર્ટે કહ્યું હતું.

આ વચગાળાની રાહત ૨૧ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ આગામી સુનાવણી સુધી ચાલુ રહેશે.