Mumbai

ડોક્ટરોને મારનારા મ્હાત્રેને જામીન , જોકે આરોપો ઘડાવા સુધી રાજ્યમાંથી હદપાર

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ હાઈકોર્ટે કલ્યાણ-ડોમ્બિવલીમાં ડોક્ટરોની મારપીટ કેસમાં શિંદે સેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે સહિત 5 આરોપીને જામીન આપ્યા. કોર્ટે તેમને સાક્ષીઓનો સંપર્ક ન કરવા અને આરોપનામું દાખલ ન થાય ત્યાં સુધી મહારાષ્ટ્ર બહાર રહેવાનો આદેશ આપ્યો. કોર્ટે નોંધ્યું કે જનપ્રતિનિધિ દ્વારા લોકો પર હુમલા લોકશાહી માળખા પર પ્રહાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડોક્ટરોને મારનારા મ્હાત્રેને જામીન , જોકે  આરોપો ઘડાવા સુધી રાજ્યમાંથી હદપાર

શિંદે સેનાના કોર્પોરેટરને સાક્ષીદારોનો સંપર્ક નહીં કરવા કડક તાકીદ

જનપ્રતિનિધિઓ લોકો ખાતર હોય, તેઓ જ લોકો પર હુમલા કરે એ લોકશાહી માળખાં પર પ્રહારઃ હાઈકોર્ટ

મુંબઈ - બોમ્બે હાઈ કોર્ટે   કલ્યાણ-ડોમ્બિવલીની  પાલિકા હોસ્પિટલમાં ડોક્ટરોની મારપીટના કેસમાં શિવસેનાના નગરસેવક રમેશ મ્હાત્રેને જામીન આપ્યા છે અને સમયબદ્ધ રીતે આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચલાવીને પૂરો કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે કેસના અન્ય ચાર આરોપીને પણ જામીન મંજૂર કર્યા હતા. સાથે જ મ્હાત્રે અને અન્ય આરોપીઓને કેસમાં આરોપનામું દાખલ થાય નહીં ત્યાં સુધી મહારાષ્ટ્રની બહાર રહેવાનો આદેશ આપ્યો છે.

જનપ્રતિનિધિ લોકો માટે અને લોકો દ્વારા હોવાનું માનવામાં આવે છે. જો આવા જનપ્રતિનિધિ પોતાના મતદારોને મારપીટ કરશે તો લોકશાહીના માળખા પર પ્રહાર ગણાશે, એમ કોર્ટે નોંધ કરી હતી. જોકે કોર્ટે તપાસ જલદ ગતિએ થઈ રહી છે અને આરોપીઓએ કેટલોક સમય જેલમા ંવિતાવ્યો હોવાથી તેમને જામીન મળવા જોઈએ એવું અમને લાગે છે, એમ  પણ નોંધ કરી હતી. નીચલી કોર્ટ આરોપો ઘડે ત્યાર બાદ તેઓ મહારાષ્ટ્રમાં આવી શકે છે તેમણે સાક્ષીદારો સાથે સંપર્ક સાધવો નહીં અને કોઈ પુરાવાને ચેડાં કરવા નહીં એવી શરત મૂકાઈ છે.

પોલીસે  તપાસ પૂરી કર્યા બાદ અને ફોરેન્સિક લોબોરેટરી પાસેથી અહેવાલ મળ્યા બાદ  પાંચ દિવસમાં આરોપનામું દાખલ કરવાનું રહેશે એમ કોર્ટે જણાવ્યું હતું. એક સપ્તાહમાં ટ્રાયલ કોર્ટે આરોપો ઘડવાના રહેશે એક વાર સુનાવણી શરૃ થાય પછી વચાવ કે ફરિયાદી પક્ષે ગેવાજબી કે નજીવી બાબતે સુનાવણી મોકૂફી માગવાની રહેશે નહીં, એમ કોર્ટે નોંધ કરી હતી.

થાણેની કોર્ટે ૧૫ જુલાઈએ કલ્યાણ-ડોંબિવલી પાલિકાના નગરસવેક મ્હાત્રેને જામીન આપ્યા હતા પણ હાઈ કોર્ટે દખલ લઈને જામીન રદ કર્યા હતા અને પોલીસ સમક્ષ શરણે આવવા આદેશ આપ્યો હતો ત્યારથી તેઓ જેલમાં છે.

છઠ્ઠી જુલાઈના રોજ મ્હાત્રે અને અન્ય આરોપીઓએ હોસ્પિટલમાં જમાવડો કરીને ડોક્ટરોની મારપીટ કરી હતી. બેડ ઉપલબ્ધ નહોવાથી સગર્ભા મહિલા  દરદીની સારવાર અન્ય હોસ્પિટલમાં કરવાના સૂચનથી ઉશ્કેરાઈને આ કૃત્ય કરાયું હતું.