Mumbai

સર્પદંશથી ૩ વિદ્યાર્થિનીનાં મોતને પગલે આશ્રમશાળાની માન્યતા કાયમી રદ

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: ગઢચિરોલીની આદિવાસી આશ્રમશાળામાં સાપ કરડવાથી 3 વિદ્યાર્થિનીના મોત બાદ સરકારે શાળાની માન્યતા રદ કરી છે. આ ઉપરાંત, તમામ 511 આશ્રમશાળાઓનું થર્ડ પાર્ટી ઓડિટ થશે. ઘટના સમયે વોર્ડન ગેરહાજર હતો. શાળામાં શિક્ષકો અને સુવિધાઓનો અભાવ હતો. તપાસ અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ અપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સર્પદંશથી ૩ વિદ્યાર્થિનીનાં મોતને પગલે આશ્રમશાળાની માન્યતા કાયમી રદ

શાળામાં સબ સલામતનો અહેવાલ આપનાર  અધિકારી પણ સસ્પેન્ડ થશ

શાળામાં પૂરતા શિક્ષકો નહીં, વોર્ડન પણ હાજર ન હતાઃ રાજ્યની તમામ ૫૧૧ આશ્રમ શાળાનું થર્ડ પાર્ટી ઓડિટ કરાશે

-

મુંબઈ -   ગઢચિરોલી જિલ્લાના જપ્તલાઈ ગામમાં આવેલી આદિવાસી આશ્રમશાળામાં સાપે  છ વિદ્યાર્થિનીને ડંખ મારતાં ત્રણના મોતની ઘટના બાદ રાજ્ય સરકારે આ શાળાની માન્યતા કાયમી ધોરણે રદ કરી છે. આ ઉપરાંત રાજ્યની ૫૧૧ સરકારી અનુદાનિત આશ્રમશાળાઓનું થર્ડ પાર્ટી ઓડિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગત રવિવારે મધરાતે જપ્તલાઈની આશ્રમશાળાના હોસ્ટેલમાં ૫૦જેટલી વિદ્યાથનીઓ જમીન પર સૂઈ રહી હતી ત્યારે સાપે છ વિદ્યાથનીઓને ડંખ માર્યો હતો. તેમાંથી ત્રણ વિદ્યાથનીનાં મોત થયાં હતાં. ઘટનાસમયે હોસ્ટેલમાં વોર્ડન હાજર ન હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.

 મુખ્યમંત્રીએ આજે  મળેલી કેબિનેટ બેઠકમાં આ ઘટનાની માહિતી મેળવી હતી. શાળામાં પૂરતા શિક્ષકો નહોતા, વોર્ડનની નિમણૂક પણ કરવામાં આવી નહોતી અને પાયાની સુવિધાઓનો અભાવ હતો. સરકારી અનુદાન મળતું હોવા છતાં શાળાની સ્થિતિ અત્યંત દયનીય હોવાનું મુખ્યમંત્રીએ નોંધ્યું હતું.

 શાળાની તાજેતરમાં તપાસ કરી તેને યોગ્ય ગણાવતો અહેવાલ આપનાર અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ પણ મુખ્યમંત્રીએ આપ્યો છે. મહિનામાં એક વખત શાળાની મુલાકાત લેતા સુપરવાઇઝરે પણ શાળાની વાસ્તવિક સ્થિતિ વિઝિટ બુકમાં નોંધાવી નહોતી.

 મુખ્યમંત્રીએ અધિકારીઓને માત્ર મુખ્ય માર્ગો નજીક આવેલી આશ્રમશાળાઓની તપાસ ન કરતાં અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓની પણ ગંભીરતાથી તપાસ કરવા સૂચના આપી છે.

આદિવાસી વિકાસ પ્રધાન અશોક ઉઇકેએ જણાવ્યું હતું કે જપ્તલાઈની આ આશ્રમશાળા વર્ષ ૧૯૯૨ થી ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના નેતા મારોતરાવ કોવાસે દ્વારા ચલાવવામાં આવતી હતી.

   દરમિયાન,     શિવસેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે આક્ષેપ કર્યો હતો કે નંદુરબાર, ગઢચિરોલી અને ચંદ્રપુરની અનેક આદિવાસી આશ્રમશાળાઓની સ્થિતિ ખરાબ છે અને સાપ તથા વીંછી કરડવાની ઘટનાઓ વારંવાર બને છે. કેટલીક ઘટનાઓ નોંધાતી પણ નથી, એવો દાવો તેમણે કર્યો હતો.

           રાઉતે કટાક્ષ કરતાં કહ્યું હતું કે આદિવાસીઓએ સાપ અને વીંછી પકડીને મંત્રીઓના નિવાસસ્થાને છોડી દેવા જોઈએ, જેથી તેમને ભયનો અનુભવ થાય. તેમણે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન વર્ષામાં સાપ છોડવાની પણ ટિપ્પણી કરી હતી.