પીએમએલએ કેસમાં અશોક ખરાતની પત્નીને જામીન મંજૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રૃ.૪૭ કરોડના મની લોન્ડરિંગ કેસમાં જામીન
જોકે, અશોક ખરાતને જામીનનો ઈન્કાર કરાતાં જેલવાસ લંબાયો
મુંબઈ - મહિલાઓના જાતીય શોષણ, હવાલા રેકેટ અને ખંડણી તથા ઈડી સહિત કેસમાં સંડોવણી ધરાવતા કેપ્ટન અશોક ખરાતની આસાસ કાયદાનો ગાળીયો કસાઈ રહ્યો છે. તેમને વધુ દિવસ જેલમાં રહેવાનો વારો આવ્યો છે. જ્યારે તેમની પત્ની કલ્પના ખરાતને અગાઉ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે રાહત આપી હતી અને હવે બીજા કેસમાં શરતી જામીન આપવામાં આવ્યા છે. કોર્ટે તેમને વિદેશ પ્રવાસ પર બંધી લાદી છે.
હાલ અદાલતી કસ્ટડીમાં રહેલા ખરાત સામે ૪૭ કરોડથી વધુ રકમના આર્થિક ગેરવ્યવહારમાં મુખ્ય લાભાર્થી અને સૂત્રધાર હોવાનો આરોપ છે. ઈડીએ તેમુની પત્ની કલ્પનાને પણ આરોપી દર્શાવી હતી પણ ધરપકડ કરી નહોતી. ઈડીએ દાખલ કરેલા આરોપનામાની દખલ લઈને વિશેષ કોર્ટે કલ્પના સહિત સર્વ આરોપીઓને સમન્સ બજાવ્યા હતા.
આ અનુસાર મંગળવારે અશોક ખરાતના કેસની સુનાવણીમાં તેમને વિડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કર્યો હતો. પત્ની કલ્પના રુબરુ હાજરી આપી હતી. કલ્પનાએ જામીન અરજી કરતાં તેની જામીન અરજી મંજૂર કરાઈ હતી. ખરાતની જામીન અરજી ફરી ફગાવવામાં આવી હતી. વધુ સુનાવણી છઠ્ઠી ઓક્ટોબર પર રખાઈ છે.
ખરાતે પોતે કૃષ્ણનો અવતાર હોવાનું દર્શાવીને નાગરિકોને ગેરમાર્ગે દોર્યા હતા અને પીડિતોની છેતરામણી કરી હતી ધમકાવીને મોટા પ્રમાણમાં પૈસા મિલકત જમા કરી હતી એવું દર્શાવતા પુરાવા હોવાનું કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.ખરાત સામે ૧૭ વિવિધ કેસો નોંધાયેલા છે.




