અશોક ખરાતને મની લોન્ડરિંગના કેસમાં 26 મે સુધીની કસ્ટડી

'બેનામી' ખાતાઓ દ્વારા ૭૦ કરોડનું ખંડણી રેકેટ
વિશેષ કોર્ટમાં કસ્ટડી માટે હાજર
કરાતાં રિમાન્ડ અપાયા
મુંબઈ
- મુંબઈની એક ખાસ પીએમએલએ કોર્ટે ૭૦ કરોડના મની લોન્ડરિંગ
કેસમાં બળાત્કાર અને છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા સ્વ-ઘોષિત
ગોડમેન-કમ-જ્યોતિષી અશોક ખરાતને ૨૬ મે સુધીની કસ્ટડી આપી છે.
બળાત્કાર અને ઠગાઈના આરોપોનો સમાનો કરી રહેલા ખરાતને નાશિક જેલમાંથી
પ્રોડક્શન વોરન્ટ પર વિશેષ કોર્ટમાં હાજર કરાયો હતો. હાલ તે અદાલતી કસ્ટડીમાં છે.
ઈડીએ ૬ એપ્રિલના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીઅમએલએ) હેઠળ
ખરાત વિરુદ્ધ ફોજદારી કેસ દાખલ કર્યો હતો, જેમાં નાસિક પોલીસ દ્વારા 'ધર્મગુરુ' વિરુદ્ધ ખંડણી, ધામક
હેરાફેરી અને અનેક મહિલાઓ પર ડ્રગ્સ દ્વારા હુમલો કરવાના આરોપસર દાખલ કરાયેલી એફઆઈઆરની
નોંધ લેવામાં આવી હતી.
ખરાત પર બળાત્કાર અને મહિલાઓના જાતીય શોષણ સંબંધિત અનેક એફઆઈઆર દાખલ
કરવામાં આવી છે. એક પરિણીત મહિલાએ ત્રણ વર્ષથી વારંવાર બળાત્કાર કરવાનો આરોપ
લગાવ્યા બાદ નાસિક પોલીસે ૧૮ માર્ચે તેની ધરપકડ કરી હતી.
નાણાકીય ગુના તપાસ એજન્સીએ ખરાટ પર 'બેનામી' બેંક
ખાતાઓના વેબ દ્વારા ૭૦ કરોડ રૃપિયાથી વધુની ખંડણી રેકેટ ચલાવવાનો અને લોન્ડરિંગ
કરવાનો આરોપ મૂક્યો છે. આ કેસમાં ઈડીએ હવે તેનો કબ્જો મેળવ્યો છે.
દાવો કરવામાં આવ્યો છે કે ખરાતે અહિલ્યાનગર જિલ્લાની સમતા નગરી સહકારી
ક્રેડિટ સોસાયટીમાં પીડિતોની સંમતિ વિના તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરીને એક જ
દિવસમાં ૬૦ ખાતા ખોલ્યા હતા અને ૭૦ કરોડ રૃપિયાથી વધુના વ્યવહારો કર્યા હતા.
ખરાતે પીડિતો પાસેથી ખંડણી
ઉઘરાવીને અને આમલીના બીજ અને મધ જેવી સામાન્ય વસ્તુઓને વિધિ કરેલી વસ્તુઓ તરીકે વેચીને એકઠા કરેલા
ભંડોળમાંથી પોતાના નામે તેમજ પરિવારના સભ્યોના નામે વિવિધ જંગમ અને સ્થાવર મિલકતો
મેળવી છે, એવો આરોપ ઈડીએ લગાવ્યો છે.
4




