Mumbai

આર્યન ખાન લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન લંડનમાં એક રહસ્યમય યુવતી સાથે જોવા મળ્યો છે. વાયરલ થયેલી તસવીરોમાં આર્યન, વિન્ની ટાકાઇર નામની આર્ટિસ્ટ સાથે લંડન કેસિનો બહાર જોવા મળ્યો હતો. નેટીઝન્સના મતે, તેઓ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે અને ઘણા સમયથી ઓળખે છે. અગાઉ આર્યનનું નામ એક્ટ્રેસ લારિસ્સા બોનેસી સાથે પણ જોડાયું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

આર્યન ખાન લંડનમાં અજાણી યુવતી સાથે દેખાતાં અટકળો

વિન્ની ટાકાઈર નામની યુવતી  સાથે દેખાયો

અગાઉ આર્યનનું નામ લારિસ્સા બોનેસી નામની એકટ્રેસ-મોડેલ સાથે જોડાયું હતું                                              

મુંબઇ -  લંડનમાં શાહરુખ પત્ની ગૌરી અને પુત્રી સુહાના સાથે હળવા મિજાજમાં ફરતો દેખાયો હતો એ જ દિવસે આર્યન ખાન પણ અન્યત્ર સિક્યુરિટી સાથે દેખાયો હતો. હવે આર્યન ખાનના રહસ્યમય રમણી સાથેના ફોટા વાઇરલ થતાં તેના પરિવારથી અલગ ફરવાનું રહસ્ય ખૂલી રહ્યું છે.

નેટીઝન્સના જણાવ્યા અનુસાર આર્ટિસ્ટ વિન્ની ટાકાઇર  અને આર્યન ખાન  લંડન કેસિનો નામના સ્થળે આર્યન અને વિની એકસાથે જોવા મળ્યા હતા. લંડન કેસિનોની બહાર આર્યન બ્લેક ટીશર્ટ ટ્રાઉઝર્સ અને સ્નિકર્સ પહેરેલો એક બ્લેક વસ્ત્રોમાં સજજ યુવતીની પડખે ઉભેલો હોય તેવી તેની તસવીરો વાઇરલ થઇ છે. વિન્ની ટાકાઇરે લંડનની તેની તસવીરો ઇન્સ્ટા પર શેર કરી હતી. નેટિઝન્સનીજાણકારી અનુસાર વિન્ની અને આર્યન ઇન્સ્ટા પર એકમેકને ફોલો કરે છે. બંને જણાં એકમેકને ઘણાં સમયથી ઓળખતાં હોય તેમ લાગે છે. આર્યનનું નામ અગાઉ લારિસ્સા બોનેસી નામની એક્ટ્રેસ અને મોડેલ સાથે પણ જોડાયું હતું. લારિસ્સાએ આર્યનની વેબસિરિઝના પ્રિમિયરમાં તેને સપોર્ટ કરતી દેખાઇ હતી.

આર્યનખાન હવે તેની પ્રથમ ફિચર ફિલ્મ પર કામ કરી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.